Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સોમનાથ વેરાવળમાં લોકડાઉનમાં અભિનેત્રી મિના પંજાબીની ઉમદા સેવા

ગરીબોને ફુડપેકેટ, રાશનકીટ, પોલીસ માટે સેવા બજાવી

પ્રભાસ પાટણ,તા.૩ :  તાજેતરમાં મુંબઈ વસઈ સ્થીત ગુજરાતી રંગભૂમિની દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા વિશ્વ યોગ દીન નીમીતે જણાવ્યું હતું કે યોગ કરીશું કોરોના ને નાબુદ કરીશુ મુંબઈની ગુજરાતી રંગભૂમિની દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી હતી 

 કોરોના મહામારી ને પહોંચી વળવા કોઈ પણ નાત જાત કે જ્ઞાતિના ભેદભાવ વગર કોઈ પણ પુરસ્કાર કે સન્માનના મોહ રાખ્યા વિના નિસ્વાર્થ ભાવે આ પંજાબી દીકરી મિના નગી દ્વારા સોમનાથ વેરાવળમાં કોરોના વાયરસને પગલે સાવચેતી રાખવાની અપીલ સાથે અનેક સેવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા.

લોક ડાઉનના પગલે ફુડ પેકેટ્સનંુ વિતરણ  ગરીબ પરિવારને ભોજનની  તેમજ પોલીસ કર્મી બ્રીગેડ જવાનોને ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા સહીત પ્રચાર પ્રસાર માધ્યમો માટે પણ વિના મુલ્યે પોતાના મધુર કંઠે કોરો ના વાયરસને પગલે સાવચેતી જાગૃતિની સ્પીચ તેમજ રિક્ષા માઈક પ્રચાર કામગીરી માટે પણ નિઃશુલ્ક સેવા કરી હતી.

(11:21 am IST)