Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગોંડલમાં પ્રોપર્ટી ટેકસમાં રાહત આપવા પાલિકા વિરોધ પક્ષના સભ્યોની માંગણી

ગોંડલ, તા. ૩: ગોંડલમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત આત્મ નિર્ભર પેકેજના ભાગરૂપે પ્રોપર્ટી ટેકસ નગરપાલિકા વસુલ કરે છે તે બાબતે તેમાં રાહત આપવા અંગે નગરપાલિકાના વિરોધ પક્ષના સદસ્યોએ માંગણી કરી છે.

પાલિકાના સદસ્ય યતિશભાઇ દેસાઇએ રાજકોટ જીલ્લા કલેકટર અને ગોંડલના ડેપ્યુટી કલેકટરને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે સરકારે ગુજરાત આત્મનિર્ભર પેકેજના ભાગરૂપે પ્રોપર્ટી ટેકસ ગોંડલ નગરપાલિકા વસુલ કરે છે તેમાં ચાલુ વર્ષમાં પ્રોપર્ટી ટેકસમાં ર૦ ટકા માફ અને એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રીબેટ યોજનામાં ર૦ ટકા પણ રીબેટની કરેલી જાહેરાતનો નગરપાલિકા તાત્કાલીક અમલ કરી અને લોકોને રાહત આપે તેવી નગરપાલિકાના વિરોધ પક્ષના તમામ સદસ્યોએ માંગણી કરી છે.

ગોંડલ શહેરમાં માત્ર ત્રણ ઇંચ વરસાદમાં ભૂગર્ભ અડધુ ભરાઇ જતા ગોંડલમાં ગોઠણડૂબ પાણી ભરાઇ ગયું છે. તેથી તાત્કાલીક ભૂગર્ભ ગટરના બુગદા સાફ કરી યોગ્ય પગલા ભરવા માંગણી કરી છે.(

(11:21 am IST)