Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગામમાં પ્રવેશદ્વાર બનાવવા માટે સભ્યની ૫ લાખની ગ્રાંટ !

પંચાયતના શિવરાજગઢ મતક્ષેત્રના દેવચડી ગામમાં ઉપયોગ : પંચાયત વિભાગના ૪ વર્ષ પૂર્વેના ઠરાવ મુજબ ગેઈટ બનાવવા માટે ગ્રાન્ટ વાપરી શકાય નહિ

રાજકોટ, તા. ૩ :. જિલ્લાના ગોંડલ તાલુકામાં પંચાયતના શિવરાજગઢ મતક્ષેત્ર હેઠળ આવતા દેવચડી ગામમાં ચૂંટાયેલા સભ્ય રેખાબેન પટોળીયાએ પ્રવેશદ્વાર બનાવવા માટે રૂ. ૫ લાખની ગ્રાંટ ફાળવ્યાનું જાણવા મળે છે. જિલ્લા પંચાયત દ્વારા તેને વહીવટી મંજુરી પણ અપાઈ ગઈ છે. પ્રવેશદ્વાર જેવા એક જ કામ માટે રૂ. ૫ લાખ જેવી રકમ વાપરવાનો મુદ્દો પંચાયતમા ચર્ચાની એરણે છે.

જિલ્લા પંચાયતના વર્તુળો એવુ જણાવે છે. સામાન્ય રીતે રસ્તા, પીવાના પાણી, પશુ સંવર્ધન, વિજળીકરણ, સોલાર લાઈટીંગ, કૃષિ વિકાસ વગેરે કામો જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી થતા હોય છે. પ્રવેશદ્વાર જેવા કામ સભ્યની ગ્રાંટમાંથી થઈ શકે તેવો કોઈ ઉલ્લેખ વહીવટી જોગવાઈમાં નથી. પંચાયત વિભાગે સભ્યોની ગ્રાંટના ઉપયોગ અંગે તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે વિગતવાર પરિપત્ર પ્રસિદ્ધ કરેલ. પ્રવેશદ્વારનું કામ તે પરિપત્ર સાથે સુસંગત જણાતુ નથી.(

(11:13 am IST)