Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ટ્રકોની ચીટીંગ કરતી ગેંગના સાગરીતોને ઝડપી પાડતી દ્વારકા-ભાટીયા પોલીસ

ખંભાળીયા, તા. ૩ :. દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક રોહન આનંદનાઓના માર્ગદર્શન તથા એએસપી પ્રશાંત સુંબેના માર્ગદર્શન મુજબ દ્વારકા જિલ્લામાં વાહનો ટ્રકોના ચીટીંગ કરતી ગેંગને સત્વરે ઝડપી પાડવા એલ.સી.બી. શાખાના પોલીસ ઈન્સ. એમ.ડી. ચંદ્રાવાડીયાને સૂચના કરેલ જેના આધારે તા. ૨-૩ / ૭ / ૨૦૧૯ના એલસીબીના પો.સ.ઈ. વી.એમ. ઝાલા તથા એલસીબી સ્ટાફના માણસો તથા પો.સ.ઈ. કે.એન. ઠાકરીયા તથા ભાટીયા આઉટ પો. સ્ટે.ના માણસો સાથે કલ્યાણપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન એલસીબીના પોલીસ હેડ કોન્સ. મસરીભાઈ આહિર તથા જેસલસિંહ જાડેજા તથા ભરતભાઈ ચાવડા તેઓના અંગત બાતમીદારોની હકીકત આધારે..

પકડેલ આરોપીઓ

(૧) અજયભાઈ ઉર્ફે ગજની મસરીભાઈ ઓડેદરા રહે. પોરબંદર, (૨) રાજુભાઈ વેજાભાઈ રાઠોડ રહે. રાણાવાવ પોરબંદર, (૩) વસીમભાઈ બસીરભાઈ સમા રહે. આજીડેમ ચોકડી રાજકોટ, વોન્ટેડ આરોપી રાજુભાઈ સવદાસભાઈ કુછડીયા રહે. ભેટકડી તા. જી. પોરબંદર.

આરોપીઓનો એમ.ઓ.

ઉપરોકત આરોપીઓએ ટ્રકોના હપ્તા ચડેલ હોય તેવા ટ્રક માલિકને લોભામણી વાતો કરી પોતાના ફાયદા માટે આરોપી નં. ૧, ૨ તથા વોન્ટેડ આરોપી રાજુભાઈએ પોતાના નામે નોટરી લખાણ કરાવડાવી અને માલિકોને પોતાના જાસામાં લઈ અને આ ટ્રકો માલિકોને ખબર ન પડે તેમ બારોબાર આ વસીમભાઈ સમાને આપતા હતા અને આ વસીમ તે ટ્રકોના ટુકડા કરી અને ભંગારમાં પોતે રાખતો હતો. આરોપીઓએ અલગ અલગ જગ્યાએથી ઉપાડેલ ટ્રકોની વિગત નીચે મુજબ છે.

- નં. ૧ ટ્રક નં. જીજે ૩૭ ટી ૬૬૯૭ જે ભોજાભાઈ પરમાર રહે. બાકોડી તા. કલ્યાણપુરવાળા પાસેથી

- નં. ૨ ધોરાજીના જીતેન્દ્રભાઈ વરીયાનીનો ૧૨ વ્હીલવાળો ટ્રક જે આજથી આશરે એક વર્ષ પહેલા તથા નં. ૩ આદિત્યાણા જી. પોરબંદરના માલદેભાઈ ઓડેદરાનો ૧૨ વ્હીલવાળો ટ્રક જે આજથી આશરે આઠેક મહિના પહેલા તથા નં. ૪ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના વાગળ ગામેથી અશોક લેલન કંપનીનો ચાર ટાયરવાળો નાનો ટ્રક તથા નં. ૫ હનુમાનગઢ જી. પોરબંદરના સુનીલભાઈ ઓડેદરા પાસેથી ૧૨ વ્હીલવાળો ટ્રક આશરે દશેક મહિના પહેલા તથા નં. ૬ પોરબંદર નરસંગ ટેકરીના દિપકભાઈ રબારી પાસેથી દશ વ્હીલવાળો ટ્રક સાતેક મહીના પહેલા તથા નં. ૭ પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા હમીરભાઈ ભૂતીયાના કુટુંબી પાસેથી સાતેક મહિના પહેલા છ ટાયરવાળો ટ્રક તથા મજકુર આરોપીઓને પો.સ.ઈ. કે.એન. ઠાકરીયાએ અટક કરેલ અને ધોરણસર કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પોલીસ ઈન્સ. એમ.ડી. ચંદ્રાવાડીયાની સૂચનાથી પો.સ.ઈ. વી.એમ. ઝાલા તથા પો.સ.ઈ. કે.એન. ઠાકરીયા તથા એલ.સી.બી. સ્ટાફના એ.જી. નકુમ, બી.બી. જાડેજા, બી.એચ. જોગલ, અરજણભાઈ એ. આહિર, મસરીભાઈ બી. આહિર, અરજણભાઈ મારૂ, કેશુરભાઈ ભાટીયા, વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા, અજીતભાઈ બારોટ, સહદેવસિંહ જાડેજા, બોઘાભાઈ કેસરીયો, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઈ ચાવડા તથા ભાટીયા આ.પ.ના સ્ટાફ વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(4:23 pm IST)