Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

૧૬ વર્ષ બાદ જામનગરમાં પૂ. મોરારિબાપુની રામ કથા

૭ થી ૧૫ સપ્ટે(બર દરમિયાન 'રામનામ'ના નાદ ગુંજશે

 જામનગર તા ૩:  સોળ વર્ષ બાદ જામનગરમાં રામકથા  રૂપી મોરારિબાપુનો પ્રેમ યજ્ઞ શરૂ થવાનો છે. મોરારીબાપુના મુખે રામકથા અટલે ભજન, ભોજન  અને ભકિતના ત્રિવેણી સંગમ, મોરારીબાપુની રામકથા એટલે સત્ય, પ્રેમ, કરૂણાની ત્રિવેણી' અતુલ' પરિવાર દ્વારા આ સેવાયજ્ઞનું આયોજન કરાયું છે. તા ૦૭/૦૯/૨૦૧૯ થી ૧૫/૯/૧૯ દરમ્યાન સમર્પણ હોસિપટલ સામે, દ્વારકા રોડ, જામનગર ખાતે આ કથા યોજાશે.

છેલ્લે જામનગરને આંગણે મે-૨૦૦૩માં પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવેલ હતું. હવે ૧૬ વર્ષના લાંબા વિરામ બાદ સપ્ટેમ્બર મહિનામાં પુનઃ જામનગરની પ્રજાને ભકિત સાથે ભજન-ભોજન માણવાનો અવસર આવી પહોંચ્યો છે.

આ કથાનું આયોજન રામકથા સમિતી જામનગર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ટુંક સમયમાં જ સમિતીમાં શહેરના શ્રેષ્ઠીઓના સંયોજન સાથે રામકથાના આયોજનને સાકાર કરવામાં આવશે. રામકથા પૂર્ણ થયે દરરોજ તમામ ભકતો માટે પ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે.

આ કથા લોકો માટે, લોકો દ્વારા યોજાશે. સમગ્ર નગરજનોને પોતાની રામકથા સાંભળવાનો અનેરો અવસર પ્રાપ્ત થશે. એટલે સમગ્ર હાલારની પ્રજા રામકથા રૂપી પ્રેમયજ્ઞમાં ઉત્સાહભેર સહભાગી બને અને રામકથાનું રસપાન કરે અને ભજન તથા ભોજન પ્રસાદનો લાભ લે તેવા એકમાત્ર ઉદ્ેશથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

(11:54 am IST)