Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

રાજુલા પંથકમાં ધોધમાર વરસાદઃ જોલાપુરી નદીમાં નવા નીરઃ કોઝ-વે પાણીમાં ગરકાવ

ગ્રામીણ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા

અમરેલી તા.૩: રાજુલાના બાબારીયાધાર ગામમાં ધોધમાર વરસાદ થયો. ખેરાળી,મેરિયાણા, ઉટીયા સહિતના ગામોમાં વરસાદ થયો છે. ગ્રામીણ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળીયા છે. જોલાપુરી નદીમાં નવા નીરની આવક થતા કોઝ-વે પાણીમાં જતો રહ્યો છે. જ્યારે પીપાવાવ પોર્ટમાં વરસાદ વરસ્યો હતો.

ઉપરાંત સાજણવાવ, ડુંગર,રાભડા અને જિંજકા ગામમાં ધોધમાર વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા છે જ્યારે બીજી બાજુ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

(11:52 am IST)