Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જુનાગઢ જિલ્લામાં પખાવાડિયામાં ૪થી ૮ ઇંચ વરસાદ થયો

૩.૧૧ લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

જૂનાગઢ તા.૨ જૂનાગઢ જિલ્લામાં જૂન મહિનાના પાછલા પખવાડિયામાં સરેરાશ ચારથી આઠ ઇંચ વરસાદ થતાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે વાવણી કાર્ય પૂર્ણ થયું છે. જિલ્લામાં ૩  હેકટરમાં ખરીફ પાક નું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.

 જૂનાગઢ જિલ્લામાં વરસાદની વાત કરીએ તો સરેરાશ અત્યાર સુધીમાં ચારથી આઠ ઇંચ વરસાદ થયો છે જિલ્લાના તાલુકાઓમાં સૌથી વધુ માળીયા -મેંદરડા તાલુકામાં ૨૩૩ઙ્ગ મીમી વરસાદ થયો છે. સરેરાશ ૪ થી ૬ ઈંચ વરસાદ થયો છે.    જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ડી.જી. રાઠોડે જણાવ્યું હતું કે જિલ્લામાં મુખ્ય મગફળીનો પાક છે અને ખેડૂતો દ્વારા વાવણીકાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં મગફળીનું ૨૧૭૩૬૮ હેકટરમાં વાવેતર થયું છે. કપાસનું ૭૩૬૧૬ હેકટરમાં અને દ્યાસચારાનું ૧૦૪૧૮ હેકટરમાં તુવેર ૭૯૯, દિવેલા ૪૮૧ સોયાબીન ૧૯૩૬ શાકભાજીનુ ૫૧૯૧ હેકટરમાંરમાં વાવેતર થયું છે . અમુક તાલુકામાં વાવણી થયા પછી પણ સામાન્ય વરસાદ થઈ ગયો છે.

(11:51 am IST)