Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જામકંડોરણા પાસે બાઇક આડે બકરી ઉતરતા ખીજડીયાની મહિલાનું મોત

ધોરાજી તા. ૩: જામકંડોરણાના રાજપરા ગામ પાસે રોડ પર બાઇક લઇને જતા મનસુખભાઇ અકબરી અને તેની પાછળ બેસેલા તેમના પત્ની બન્ને જામકંડોરણા તરફ આવતા હતા એ દરમ્યાન રોડ પર એકાએક બાઇક આડે બકરી આવતા બાઇક અકસ્માતમાં ગીતાબેન મનસુખભાઇ અકબરી રહે. ખીજડીયા તા. લોધીકાવાળાને માથામાં ગંભીર ઇજાઓ થતા તેઓને જામકંડોરણા સરકારી દવાખાને સારવારમાં લઇ જવાયા અને ત્યાંથી વધુ સારવારમાં રાજકોટ ખસેડાયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમ્યાન કરૂણ મોત થયેલ હતું. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસ મથકના જમાદાર સી. એ. મલેક તપાસ ચલાવી રહેલ છે.

(11:23 am IST)