Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ધોરાજી ભાદર નદીના પુલ ઉપર કાર નીચે ખાબકતા ડ્રાઇવરનું મોત

ધોરાજી તા.૩: નવાગઢથી સુપેડી પશુ ડોકટરને સવારે લેવા માટે નવાગઢથી ઇકો કાર જી.જે.૩-જેસી ૫૬૪૭ લઇને નવાગઢથી સુપેડી તરફ જતા અને ધોરાજીથી આગળ ભાદર નદીના પુલ પરથી ઇકો કાર ધડાકાભેર નીચે પડી હતી.

આ બનાવ અંગેની જાણ ડી.વાય.એસ.પી. ને કરતા તેઓએ તાત્કાલીક ધોરાજીના પીઆઇ ઝાલાને જાણ કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચેલ અને આ અંગે ૧૦૮માં હુશેનભાઇ ગનીભાઇ  ખાટકી ને ધોરાજી સરકારી દવાખાને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ હતા.

 આ બનાવમાં ૧૦૮ના પાયલોટ ભગીરથસિંહ અને ઇએમટી રજજુ ભાઇ પોતાની સેવાઓ આવેલ આ ઘટનામાં ઇકો કારનો બુકડો બોલી ગયેલ હતો આ બનાવ અંગે પીઆઇ ઝાલા, પીએસઆઇ બાટવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ અને ડેડબોડીને પીએમ અર્થે ધોરાજીની સરકારી દવાખાને ખસેડવાઇ હતી આ બનાવની જાણ થતાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવેલ હતા. (૧.૨૩)

(3:34 pm IST)