Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વાંકાનેરના પરષોત્તમ કોળીનું મહિકામાં માસીના દિકરાના ઘરે પડી જતાં મોત

દાદરા ઉતરી વખતે લપસી પડ્યોઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩: વાંકાનેર વેલનાથપરામાં રહેતાં પરષોત્તમ ટપુભાઇ દેગામા (ઉ.૨૭) નામના કોળી યુવાનનું વાંકાનેરના મહિકા ગામે તેના માસીના દિકરા જગાભાઇ દેવાભાઇ ધોરીયાના ઘરે દાદરા પરથી લપસી પડતાં ઇજા થતાં મોત નિપજ્યું છે.

પરષોત્તમ પરમ દિવસે તેના માસીના દિકરાના ઘરે આટો મારવા ગયો હોઇ બાદમાં રાતે ત્યાં જ રોકાઇ ગયો હતો. ત્રણેક વાગ્યે તે દાદરા ઉતરી રહ્યો હતો ત્યારે લપસી પડતાં ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ મોડી રાત્રે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.  હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ કાગળો કરી વાંકાનેર પોલીસને જાણ કરી હતી. મૃતક છ ભાઇ અને બે બહેનમાં બીજો અને કુંવારો હતો. તે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. યુવાન દિકરાના મોતથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:38 am IST)