Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પડધરીના નાની અમરેલી ગામે ફરીયાદ પાછી ખેંચવા પ્રશ્ને બઘડાટીઃપોલીસમાં સામસામી ફરીયાદ

રાજકોટ, તા., ૩: પડધરીના નાની અમરેલી ગામે ફરીયાદ પાછી ખેંચવા પ્રશ્ને બે પરીવારો વચ્ચે બઘડાટી બોલી જતા પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે. આ બઘડાટીમાં મજુર દંપતીને ઇજા થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના નાની અમરેલી ગામે રહેતા ભારતીબેન હિતેષભાઇ અકબરીએ આરોપી મુકેશ રાણાભાઇ, એક અજાણ્યો માણસ, જયંતી હિરા તથા જયંતી રામજી (રહે. નાની અમરેલી) સામે પડધરી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ અગાઉ થયેલ ફરીયાદનો ખાર રાખી વાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મજુર ગીલદાસ કોળી તથા તેની પત્ની શારદાબેનને માર માર્યો હતો.

સામા પક્ષે હેતલબેન રમેશભાઇ રાણા (રહે. નાની અમરેલી)એ આરોપી રાજેશ પાંચા, નીલેશ આંબા, બીપીન ઠાકરશી, લલીત, નારણ પ્રભુભાઇ, પાર્વતીબેન આંબાભાઇ, ભારતીબેન હિતેષ, કાંતાબેન પાંચાભાઇ, નરેશ રવજીભાઇ તથા અન્ય ૧૦ થી ૧ર અજાણ્યા શખ્સો રહે. નાની અમરેલી સામે પડધરી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના પતિ પર અગાઉ થયેલ જીવલેણ હુમલા અંગેની ફરીયાદ પાછી ખેંચવા અંગે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદોને ધમકી આપી હતી અને ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હડધુત કર્યા હતા. પડધરી પોલીસે બંન્ને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:29 am IST)