Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

જામનગરના તમાચણ ગામે અઢી વર્ષની બાળકી બોરવેલમાં પડી જતાં 25 ફૂટ નીચે ફસાઇ: ગાંધીનગરથી NDRFની ટીમ પણ પહોંચી

ફાયરની ટીમો અલગ-અલગ ટીમો ૯ કલાકથી રોશનીને બહાર કાઢવા ઉઠાવી જહેમત: હજુ સુધી બાળકી બોરમાથી બહાર નિકળી નથી

ધ્રોલ : જામનગર જિલ્લાના ગામમાં અઢી વર્ષની માસૂમ જિંદગી સામે જંગ લડી રહી છે. તમાચણ ગામે વાડી વિસ્તારમાં બાળકી રમતા રમતા બોરવેલમાં પડી છે. અઢી વર્ષની બાળકી રોશની બોરવેલમાં પડી જતાં 25 ફૂટ નીચે ફસાઇ છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી છે અને છેલ્લા 9કલાકથી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.જોકે હજુ સુધી બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી નથી

બાળકીના રેસ્ક્યૂ માટે રોબર્ટ રેસ્ક્યૂ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે ગાંધીનગરથી NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સાથે કાલાવડ ફાયર વિભાગ અને આરોગ્યની ટીમ રેસ્ક્યૂમાં જોડાઈ છે. બચાવ ટીમને બાળકીના હાથ દેખાયા છે. જેથી હાલ બોરવેલમાં બાળકીને ઓક્સિજન આપવાની કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવી છે.

   
(9:12 pm IST)