Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

વાંકાનેરના વરડુસરમાં મોમભાઇ ડાભી પર કુટુંબીઓનો હુમલો

ઝઘડો શાંત પાડવા વચ્‍ચે પડતાં પાઇપના ઘા

રાજકોટ તા. ૩: વાંકાનેરના વરડુસર ગામે રહેતાં મોમભાઇ નાથાભાઇ ડાભી (ઉ.વ.૩૬) પર તે વાડીએ હતાં ત્‍યારે તેના જ કુટુંબી સગા રાજા ડાભી, વિશાલ ડાભી, વજીબેન સહિતે પાઇપથી હુમલો કરતાં વાંકાનેર સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થતાં વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોમભાઇ ખેત મજૂરી કરે છે. તેના કહેવા મુજબ કુટુંબીજનો વચ્‍ચે અંદરો અંદર માથાકુટ થઇ રહી હોઇ પોતે છોડાવવા માટે વચ્‍ચે પડતાં પોતાને પાઇપના ઘા મારી દેવામાં આવ્‍યા હતાં.

(12:25 pm IST)