Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

હળવદમાં ધોધમાર વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી : નવલખી બંદરે ૨ નંબરનું સિગ્નલ

અણીયારી ટોલનાકે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા ટોલનાકામાં નુકશાન

હળવદ પંથકમાં આજે મોડી સાંજના સુમારે વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી હતી જયારે માળીયાના નવલખી બંદરે નંબરનું સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે

હળવદમાં આજે સાંજના સુમારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને પવન ફૂંકાયા બાદ વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી જયારે અણીયારી ટોલનાકે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા ટોલનાકામાં નુકશાન થવા પામ્યું છે જયારે માળીયાના નવલખી બંદર ખાતે નંબરનું સિગ્નલ મુકાયું છે ભારે પવન ફૂંકાતા નંબર સિગ્નલ મુકાયું છે

(12:36 am IST)