Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વીરપુર પંથકમાં પવન સાથે વરસાદ :વાતાવરણમા ઠંકડ પ્રસરી : પાકને નુક્શાનની ભીતિ

અતિશય ઉકળાટ બાદ અચાનક વરસાદનું આગમન : લોકોને ગરમીમાં રાહત

રાજકોટ : વિરપુરમાં સવારથી જ વાદળ છાયુ વાતાવરણ અને અતિશય ઉકળાટ બાદ અચાનક વરસાદનુ આગમન થયું હતું. પવન સાથે વરસાદ વરસી પડતા ખેડૂતોના પાકની નુકસાની થયેલી હતી.

વિરપુર પંથકના આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમી થી રાહત મળી હતી. જોકે ખેડૂતોના ખેતરમાં રહેલા જીરું, તલ, મકાઈ, જુવાર, મગફળી સહિતના પાકને નુકસાનની થવાનો ડર લાગ્યો હતો.

(10:11 pm IST)