Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કચ્છમાં કોરોનાથી ૫ મું મોત- માંડવીના રત્નાપર ગામના પટેલ વૃદ્ધનો ભોગ લેવાયો

(ભુજ) કોરોનાએ કચ્છમાં સતત બીજે દિ' પણ એક ભોગ લીધો છે. આજે બપોરે માંડવીના રત્નાપર ગામના ૬૨ વર્ષીય પટેલ વૃદ્ધનું કોરોનાથી મોત નીપજ્યું હોવાનું ડીડીઓ પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું છે. ખીમજીભાઈ નાકરાણી નામના આ વૃદ્ધની તબિયત ઘણા દિવસથી ક્રિટિકલ હતી. તેમને ડાયાબીટીસ અને શ્વાસની બીમારી હતી. ગઈકાલે ગાંધીધામના વૃદ્ધના મોત બાદ આજે વધુ એક મોતને પગલે કચ્છમાં કોરોનાનો મૃત્યુ આંક ૫ થયો છે.

(2:57 pm IST)
  • હવામાન ખાતાના વડા શ્રી મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યુ છે કે વાવાઝોડુ હરીહરેશ્વર અને દમણથી નજીક અલીબાગ વચ્ચે બપોરે ૧ થી ૪ વચ્ચે દરિયામાં ક્રોસ થશે ત્યારે મુંબઇ, થાણે અને તેને લાગુ મહારાષ્ટ્રના જીલ્લાઓમાં ૧૦૦થી ૧૨૦ કિ.મી. ની ઝડપે તોફાની પવન ફુંકાશે access_time 4:03 pm IST

  • પાટણ શહેરમાં વધુ ર કોરોના પોઝીટીવ કેસ : જીલ્લામાં કુલ ૮ર દર્દીઓ : પાટણ શહેરમાં આજે વધુ ર કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જીલ્લામાં કુલ ૮ર પોઝીટીવ કેસ થયા છે. access_time 4:02 pm IST

  • જેતપુરમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ : અડધો કલાકથી જોરદાર વરસાદ ચાલુ : વીજળી ગૂલ ; અંધારપટ્ટ છવાયો : access_time 11:26 pm IST