Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કેશોદમાં તોફાની પવન-કરા સાથે સતત દોઢ કલાક વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

સદનસીબે કોઇ જાનહાની કે માલ મિલકતને નુકશાન ન થતા હાશકારો

તસ્વીરમાં ઠેર-ઠેર વરસાદી પાણી વહેતા નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ કિશોરભાઇ દેવાણી-કમલેશ જોષી-કેશોદ)

કેશોદ,તા.૩: કેશોદ શહેર-તાલુકા માં હિકા વાવાઝોડા ની અસર જણાઈ આવી છે. ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી કાળા ડીબાંગ વાદળા સાથે અચાનક પવનની ગતિ વધી હતી અને સાથે સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો.કરા સાથે સતત દોઢ કલાક વરસેલ વરસાદથીઙ્ગ સવાબે ઈંચ વરસાદ પડી જતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલ હતા.

મેધરાજાએ ભીમઅગિયારસનુ મુહૂતઙ્ખ સાચવતા સ્થાનિક કેશોદ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે થી અઢી ઈંચ વરસાદ પડતા કેરીના પાકને ભારે નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ વાવાઝોડા સાથે વરસાદની આગાહી હવામાન ખાતાએ અઠવાડીયા પહેલા કરેલ હોવા છતાં આ વરસાદથી મોટા ભાગના ખેડુતો ઉંધતા ઝડપાઈ જતા ખેતરમાં રહેલ ઉનાળુ પાકની જણાસોની થયેલ નુકશાની સહેવી પડેલ હતી. જયારે બીજી તરફ જોઈએતો આ સમયસરના વાવણી જોગા વરસાદથી ખેડુતો ખુશખુશાલ પણ જોવા મળ્યા હતા. અને વરસાદ બાદ વાવણીની પૂર્વઙ્ગ તૈયારીમાં જોતરાયા હતા.

લોકોને લોકડાઉન માં થી મુકિત મળી હતી અને જનજીવન રાબેતા મુજબ બન્યું હતું ત્યારે મેદ્યરાજાએ મહેર કરતાંઙ્ગ ફરીથી શહેરીજનો દ્યરમાં પુરાઈ ગયાં હતા. શહેરમાં અઢી ઈંચ જેટલો સતત પવન અને કરા સાથે વરસાદ પડતાઙ્ગ સદનસીબે કોઈ જાનમાલની કે માલમિલકતની નુકસાની થયેલ નથી.

ગઈકાલે સતત પવન સાથે વરસાદ પડતાઙ્ગ કેશોદ નગરપાલિકા ના ઓફિસ સુપ્રીટેન્ડેડ પ્રવિણભાઇ વિઠ્ઠલાણીએ અકિલાને જણાવ્યું હતું કે વાવાઝોડામાં મુશ્કેલીઓ સર્જાય તો પ્રાથમિક ધોરણે પહોંચી શકાય એ માટે રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે કેશોદ શહેરમાં વસતાં નાગરિકોએ વરસાદ ને કારણે કોઈ મુશ્કેલીઓ ઉભી થાય તો સત્વરે ફોન નંબર ૨૩૫૬૭૫ પર વિગતવાર માહિતી આપી જાણ કરવા જણાવ્યું છે.

કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધપાત્ર પડ્યો છે ત્યારે ખેડૂતો ખેતીનાં કામમાં લાગી ગયેલછે. ગઈકાલે ભીમ અગિયારસ હોય બપોરે વરસાદ વરસતા ખુશી વ્યાપી ગઈ છે અને શહેરમાં ખુશનુમા વાતાવરણ વચ્ચે યુવાનો બાઈકો લઈને પલળવા નીકળી પડ્યા હતાં.

કેશોદ પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસર વિ. એ શહેર કે તાલુકામાં વાવાઝોડા કે વરસાદને કારણે કોઈ પ્રકારની જાનમાલની નુકશાની ન થાય એ માટે તમામ પ્રકારની તૈયારીઓ સાથે સતત દરેક વિભાગનુ સંકલન જાળવી રાખેલછે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભીમ અગિયારસના દિવસે કેશોદ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો હતો જેથી ગત વર્ષે ભીમ અગિયારસના દિવસે મોટા ભાગના ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. આમ આગામી વર્ષે ભીમ અગિયારસના દિવસે ખેડુતોને ખેતરો તૈયાર કરવામા મશગુલ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વાવાઝોડાની અસરથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થયોછે ત્યારે કોઈ ખેતરોમાં તો કોઈ રસ્તાઓમાં પાણી વહેતા થયા છે. ભીમ અગિયારસના દિવસેઙ્ગ વાતાવરણમાં અચાનક બદલાવ થતાં આ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાથી ખેડુતોમાં આનંદની લાગણી પણ જોવા મળી હતી.

(12:52 pm IST)