Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જુનાગઢના ડુંગરપુર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

જુનાગઢ, તા. ૩ : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના સીધા માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા જુનાગઢ વિભાગનાઓના માર્ગદર્શન મુજબ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ /દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચના કરેલ જેથી જુનાગઢ તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી વી.યુ. સોલંકીની સુચનાથી આજરોજ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી પ્રવૃતિ કરતા ઇસમો પર કાર્યવાહી કરવા સારૂ પેટ્રોલીંગમાં હતો. દરમ્યાન એ.એસ.આઇ. વી.એલ. પાતરને ખાનગીરાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, સુભાષનગર-ર ડુંગરપુર ગામમાં વાઘાભાઇની દુકાનની બાજુમાં જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના તથા પૈસા વડે તીનપતિ નામનો હારાજીતનો નસીબ આધારીત જુગાર રમી રહેલ છે. જે હકીકતના આધારે ડુંગરપુર ગામેથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા  (૧) યોગેશભાઇ નારણભાઇ ડાભી જાતે કોળી (ઉ.વ.૩ર) રહે. ડુંગરપુર સુભાષનગર-૧, તા.જી. જુનાગઢ (ર) રમેશભાઇ મનજીભાઇ મેર જાતે કોળી ઉ.વ.૩પ રહે. ડુંગરપુર સુભાષનગર-૧, તા.જી.જુનાગઢ, (૩) તૈયબભાઇ ઇબ્રાહીમભાઇ સમા જાતે ગામેતી ઉ.વ.ર૮ રહે. ડુંગરપુર હેઠાણ વિસ્તાર તા.જી.જુનાગઢ (૪) ઘેલાભાઇ પ્રેમજીભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ.ર૮ રહે. ડુંગરપુર હેઠાણ વિસ્તાર તા.જી. જુનાગઢને ઇસમોને  ઇસમોને રોકડા રૂ.ર૬૩૦ તથા મો.ફોન-ર કિ.રૂ.૧૦૦૦ ના એમ કુલ ૩,૬૩૦ના મુદામાલ સાથે પકડી પાડી જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરાવેલ.

આ કામગીરી જુનાગઢ તાલુકા પો.સ્ટે. પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વી.યુ. સોલંકી તથા એ.એસઆઇ વી.એલ. પાતર તથા પો.હેડ કોન્સ કે.ડી. રાઠોડ, પો.કોન્સ. ભરતભાઇ દલપતભાઇ, કરણભાઇ જગુભાઇ, પો.કોન્સ. લખમણભાઇ ભાયાભાઇ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.(

(12:50 pm IST)