Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

નાગરિક પુરવઠા ખાતાની સ્થાયી પરામર્શ સમિતિમાં બ્રિજેશ મેરજાની નિમણૂક

મોરબી-માળીયાના ધારાસભ્યને સ્થાન મળતા લોક પ્રશ્નોને મળશે વધુ વાચા

રાજકોટ,તા.૩ : ગુજરાત રાજયમાં મંત્રીશ્રીઓને પોત પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લગતી બાબતોમાં વિચાર વિનિમય કરવા જે તે મંત્રીના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યની સ્થાયી પરામર્શ સમિંતિ રચના કરવાનો નિર્ણય ગુજરાત સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગે કરતાં ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો, કુટીર ઉધ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી ખાતાને લગતી સ્થાયી પરામર્શ સમિતિમાં મોરબી - માળીયા (મીં)ના કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજાની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિમાં વિપક્ષના સૌરાષ્ટ્રના એકમાત્ર ધારાસભ્ય બ્રિજેશ મેરજાની પસંદગી થતાં તેમને મોરબી - માળીયા (મીં) ની વિધાનસભા મત વિસ્તારનું ગૌરવ વધાર્યુ  છે.

આ શ્રેય ધારાસભ્યએ પોતાના મતદાર વિભાગ મોરબી - માળીયા (મીં) ની પ્રજાને આપ્યો છે. આમ, એક અનુભવી, અભ્યાસુ અને વહીવટી કાર્યદક્ષ અને પ્રશ્નો સમજવા, ઉકેલવામાં નિષ્ણાંત એવા મોરબી - માળીયા (મીં) ના ધારાસભ્યની આ સમિતિમાં થયેલ નીમણૂકથી વહીવટી ક્ષેત્રમાં રાજય દરજ્જે નીતિના અમલને લગતી બાબતોના તેમનો અભિપ્રાય અને વિચાર વિનિમય આમ પ્રજાની હિતમાં ઉપયોગી નીવડશે જેનો આડકતરો ફાયદો મોરબી - માળીયા (મીં) વિસ્તારના લોક પ્રશ્નો વધુ સફળતાપૂર્વક ઉકેલવામાં થશે. (મો.- ૯૮૭૯૫ ૨૩૦૭૯ ગાંધીનગર)

(12:48 pm IST)