Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મોરબીમાં જુગાર રમતા પાંચ પકડાયા

ઈસ્માઇલ, સુરેશ, જાવીદ, ભરત અને સોહિલની ધરપકડ

મોરબી તા.૩: મોરબીના વિસીપરમાં આવેલ સ્મશાન રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ પતાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ બી ડિવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વિસીપરામાં સ્મશાન રોડ પર જાહેરમાં જુગાર રમતા ઈસ્માઇલ અબુભાઇ મોવર, સુરેશ અવચરભાઇ જંજવાડિયા, જાવીદ રફીકભાઇ ગાજીવાલા , ભરત જગદીશભાઇ વરાણીયા અને સોહિલ રસુલભાઇ સુમરાને રોકડ રકમ રૂપિયા ૧૩૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:46 pm IST)