Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ઢોલરા ગામની સીમમાં દારૂની મહેફીલ ઉપર પોલીસ ત્રાટકી : રાજકોટના ૧૦ વેપારીઓ સહિત ૧૧ પકડાયા

દારૂની નાની - મોટી ખાલી બોટલો, કાચના ખાલી ગ્લાસ તથા ચાર વાહનો મળી ૧૯ લાખનો મુદ્દામાલ કબ્જેઃ સુનિલસિંહ ભટ્ટીના ફાર્મહાઉસમાં શાપર -વેરાવળના પી.એસ.આઇ કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફનો દરોડો

રાજકોટ તા.૩: રાજકોટની ભાગોળે ઢોલરા ગામની સીમમાં ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફીલ ઉપર શાપર વેરાવળ પોલીસે રેડ કરી દારૂની મહેફીલ માણતા રાજકોટના ૧૧ વેપારી સહિત ૧૨ શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર- વેરાવળના ઢોલરા ગામની સીમમાં સુનિલસિંહ નવલસિંહ ભટ્ટીના ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતા  શાપર-વેરાવળના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ તથા પો.કોન્સ. નરેશભાઇ લીબોલા  સહિતના સ્ટાફે રેડ કરી દારૂની મહેફીલ માણતા વાડી માલીક  સુનિલસિંહ નવલસિંહ ભટ્ટી (ઉ.વ.૪૯) (રહે. ચંન્દ્રેશનગર બેકબોન મોલની સામે રાજકોટ), રાકેશભાઇ પ્રવિણભાઇ દુદાણી (ઉ.વ.૩૮) (રે. ફુલવાડી પાર્ક નાનામૌવા રોડ રાજકોટ), જીગ્નેશભાઇ ધર્મેશભાઇ દુદાણી (ઉ.વ.૩૩) (રે. મવડી રામધણની પાછળ રાજકોટ), સમીરભાઇ રતીલાલ જીવાણી (ઉ.વ.૩૩) (રે. ચીત્રકુટ ધામ રાજકોટ), ધર્મેશભાઇ રમેશભાઇ દુધાત્રા (ઉ.વ.ર૯) (રે. રંગોલી બંગ્લોઝ રામધણ પાછળ રાજકોટ), અજયભાઇ જયસુખભાઇ ઢાંક (ઉ.વ.૪૮) (રે. જયંત કે.જી. મેઇન રોડ રામનગર પાસે રાજકોટ) હરેશભાઇ ધિરૂભાઇ દુધાત્રા (ઉ.વ. ૩૭) (રે. મવડી બાપા સીતારામ ચોક પાસે રાજકોટ), પ્રજયભાઇ લાલજીભાઇ રામાણી (ઉ.વ.૪પ) (રે.નવલનગર ૦ર રાજકોટ), કિશોરભાઇ પાંચાભાઇ સોરઠીયા (ઉ.વ. ૩૪) (રે. મવડી મેઇન રોડ માલવીયા પોલીસ સ્ટેશન પાછળ), હિતેશભાઇ શૈલેશભાઇ વરમોરા (ઉ.વ. ૪૩) (રે. રાધાનગરની પાછળ નંદકિશોર સોસાયટી રાજકોટ) તથા અજીતભાઇ જીલુભાઇ વાંક (ઉ.વ.૩૮) (રે. નંદનવન ૦૩ સોસા. ૧પ૦ ફુટ રોડ રાજકોટ) ને દારૂ પીધેલ હાલતમાં ઝડપી લીધા હતા.

પકડાયેલ ૧૧  શખ્સોમાં ૧ થી ૧૦ વેપાર કરતા હોવાનુ અને ક્રમ નં. ૧૧ ખેતી કરતા હોવાનુ પોલીસે જણાવ્યુ હતું. પોલીસે સ્થળ પરથી ઈંગ્લીશ દારુની ખાલી નાની-મોટી બોટલો નંગ ૩, રેડ બ્લ્યુ એનર્જી ડ્રિકસના ટીન નંગ ૨, બીસલેરી સોડાની ખાલી બોટલો, સીગારેટના ખાલી પાકીટ , ચવાણુ  અને વેફરના પાકીટ તેમજ ખાલી ગ્લાસ નંગ-૯ અને ૪ વાહનો મળી કુલ ૧૯ લાખનો મુદ્દામાલ શાપર-વેરાવળ પોલીસે કબ્જે કરી તમામ સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:44 pm IST)