Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ધોરાજીમાં લોકડાઉનનું પાલન કરાવતા આરોગ્ય કર્મચારીને ફરજમાં રૂકાવટ કરનાર કાસમ દલને પાસા

રાજકોટ તા. ૩ :.. કોરોના મહામારીમાં લોકડાઉન અંતર્ગત ધોરાજીમાં લોકડાઉનનું પાલન કરાવતી વખતે આરોગ્ય કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનાર સંધી શખ્સને જીલ્લા કલેકટરે પાસામાં ધકેલી દીધો છે.

દેશભરમાં લોકડાઉન જાહેર થયા બાદ જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ધોરાજી શહેરમાં આરોગ્ય કર્મચારી આશાવર્કર કોરોના સંદર્ભે સર્વે કરતા હોઇ તે સમયે નળીયા કોલોની બ્લોક  નં. સી.-પ માં રહેતા કાસમ ઓસમાણભાઇ દલએ આરોગ્ય કર્મચારી સાથે બોલાચાલી કરી તેની બોલપેન તથા પત્રકો આંચકી લઇ પત્રકોમાંથી નામો ભુસી નાખી ગાળો આપી હતી. આ મામલે ધોરાજી પોલીસ મથકમાં કાસમ દલ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ મામલે આ શખ્સને પાસામાં ધકેલવા માટે કલેકટર રેમ્યા મોહને વોરંટ ઇસ્યુ કરતા રૂરલ એસ. પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ એમ. એન. રાણા, હેડ  મહેશભાઇ, તેજસભાઇ, સંજયભાઇ, શકિતસિંહ, રસીકભાઇ, કૌશીકભાઇ, નારણભાઇ, ભાવેશભાઇ તથા ધોરાજી પોલીસ મથકના પીઆઇ વી. એચ. જોષી, હેડ કોન્સ. લાલજીભાઇ અને કોન્સ સલ્માબેન સહિતે કાસમ દલની પાસા હેઠળ અટકાયત કરી સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો હતો.

(12:43 pm IST)