Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અદ્રશ્ય કોરોના વાયરસ ડરાવી શકતો હોય, તો અદ્રશ્ય કરૂણાનિધાન પરમાત્મા જ બચાવી શકે છે

મુંબઈ રાજાવાડી સંઘમાં પાંચ સંઘોની ઉપસ્થિતિમાં પૂ.પારસમુનિ મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ

રાજકોટ,તા.૩: ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. શ્રી જગદીશમુનિ મ.સા.નાં શિષ્યરત્ન સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુુનિ મ.સા. નો ચાર્તુમાસ કલ્પ પ્રવેશ શ્રી રાજાવાડી સ્થા. જૈન સંઘ ઘાટકોપર માં તા. ૨ મંગળવારના ચતુર્વિધ સંઘ તથા પાંચ સંઘોના પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે યોજાયો.

આ અવસરે ગોંડલ સંપ્રદાયના પૂ. સુમિત્રાબાઈ મ.સ. ,પૂ. જયોતિબાઈ મ.સ.,પૂ. સ્વાતિબાઈ મ.સ. , કચ્છ આઠ કોટિ મોટા પક્ષ સંપ્રદાયના ના પૂ. કોકિલાબાઈ મ.સ., પૂ. સુરભીબાઈ મ.સ. લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. ઉર્વીશાબાઈ મ.સ., પૂ. તારિણીબાઈ મ.સ., પૂ. તરૂબાઈ મ.સ., પૂ.સરિતાબાઈ મ.સ. આદિ ઠાણા ઉપસ્થિત રહ્યા.

રાજાવાડી સંઘવતી સ્વાગત જયસુખભાઇ જસાણી એ કર્યું. અને જણાવ્યું કે અમારી ભાવભરી વિનંતીથી ર૦ર૧ ને બદલે અમોને ર૦ર૦ માં જ પૂ. સદગુરૂદેવ નું ચાતુર્માસ મળી ગયુ , તેનો સકલ રાજાવાડી સંઘમાં અતિ આનંદ છે. ત્યાર બાદ કાંદીવલી ઈસ્ટ સંઘના મેનેજિંગ ટ્રસ્ટી નરેશભાઈ મકાણી , હિંગવાલા સંઘના ઉપપ્રમુખ મનસુખભાઇ કોઠારી, વિનોદ ભાઈ લાખાણી, હરેશભાઈ અવલાણી, જયેશભાઈ ગાંધી, પંતનગર સંઘના ટ્રસ્ટી પ્રફુલ્લભાઈ દોશી, રાજેશભાઈ કોઠારી , ગારોડિયાનગર સંઘના મંત્રી હરેશભાઈ શાહ, ગુરૂભકત યોગેશભાઈ બાવીશી , એ પોતાના ભાવ વ્યકત કરેલ. સંઘવતી આભાર વિધી મંત્રી પરેશભાઈ શાહે કરી. પ્રવિણભાઈ ઘેલાણી , રમેશભાઈ દેઢિયા, ધવલ અજમેરા, આનંદ મહેતા આદિએ સમગ્ર વ્યવસ્થા ગોઠવેલ.

વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી ચાતુર્માસ માં દરેક શ્રાવકો ને ખાસ જણાવવાનુ કે પ્રત્યક્ષ દર્શનનો આગ્રહ રાખવો નહીં.ભાવથી જ દર્શન - વંદન કરવા.

પૂ. સદગુરૂદેવે જણાવ્યું કે અદ્રશ્ય કોરોના વાયરસ આપને ડરાવી શકતો હોય, તો અદ્રશ્ય કરૂણાનિધાન પરમાત્મા જ આપને બચાવી શકે છે. પૂ.ગુરૂદેવ જગદીશમુનિ મ.સા. ના હૃદયમાં રાજાવાડી સંઘ વસ્યો હતો.

રાજાવાડી સંઘના સર્વ પદાધિકારીઓ તથા શ્રાવક શ્રાવિકાના હૃદયમાં પૂજય ગુરૂદેવ વસ્યા છે. સંઘ પ્રમુખ ચંદ્રકાંત ભાઈ અજમેરા જૈફ વયે પણ યુવાન સમ ઉત્સાહ ધરાવે છે. ગુરૂભકત તરફથી પચાસ રૂપિયા ની પ્રભાવના રાખવામાં આવેલ.

આ અવસરે ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રભાબાઈમ.સ. (પ્રભુજી)આદિ, પૂ. સુમતિબાઈ મ.સ.,પૂ. પ્રિયદર્શનાબાઈ -પૂ.સુધાબાઈ મ.સ. ,પૂ. કૃપાબાઈ મ.સ., પૂ. કિરણબાઈ મ.સ., પૂ. ઊર્મિ - ઉર્મિલાબાઈ મ.સ., પૂ. ઉર્વશીબાઈ મ.સ., પૂ. પુનિતાબાઈ મ.સ. આદિ સતિવૃંદે એવં ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી તથા ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષણ સમિતિ વતી ચંદ્રકાંતભાઈ શેઠ એ ચાતુર્માસ પ્રવેશ શુભેચ્છા સંદેશ પાઠવેલ છે.

ચાર્તુમાસ કલ્પ સ્થળઃ શ્રી રાજાવાડી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ - ઘાટકોપર કૃષ્ણકુંજ , ૧૪૪-૧૪૫ એમ.જી.રોડ, સવાણી એપાર્ટમેન્ટ ની સામે, રાજાવાડી, ઘાટકોપર (પૂર્વ),મુંબઈ, સંપર્કઃ ૯૩૨૨૬૯૭૯૭૧

(11:49 am IST)