Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ગોંડલમાં ગંદા પાણી પ્રશ્ને દક્ષાબેન સોલંકીને પડોશી દંપતિએ પાઇપ માર્યો

ગોંડલ, તા. ૩ : ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર વિજયનગરમાં જીઇબીની દીવાલ પાસે રહેતા દક્ષાબેન દલસુખભાઈ સોલંકીને પાડોશમાં રહેતા અમરશી કનુભાઈ દેવીપુજક તેમજ તેના પત્ની ઈન્દુબેને નવેળામાં ગંદા પાણી બાબતે ઝદ્યડો કરી લોખંડના પાઈપ મારી ઇજા પહોંચાડતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી પોલીસે આઈપીસી કલમ ૩૨૩ ૫૦૪ ૫૦૬ ૧૧૪ તથા જી.પી.એફ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોકત ફરિયાદી અને આરોપીનું નવેડું એક જ હોય જેમાં ગંદા પાણી  બાબતે દક્ષાબેન દ્વારા ફરિયાદ કરાતા અમરશીભાઈ એ ઉશ્કેરાઈ ઝઘડો કરી લોખંડનો પાઈપ માર્યો હતો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(11:48 am IST)