Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પોરબંદરમાં નેવીના વધુ એક જવાનને કોરોના પોઝીટીવઃ જામનગર આર્મી હોસ્પિટલમાં ખસેડાયાઃ કુલ ૮

૫૬ નમૂનામાંથી ૮ પોઝીટીવઃ ૪૭ નેગેટીવઃ ૧ નમૂનો ફરી મોકલાયો

પોરબંદર તા. ૩ :. મુંબઇથી પોરબંદર આવેલ નેવીના ૮ જવાનોની આરોગ્ય તપાસ કરીને તમામના નમૂના લઇને જામનગર મોકલતા આઠેય જવાનોના કોરાનાનો પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. આ ૮ જવાનોને પોરબંદરથી જામનગર આર્મી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે લઇ જવામાં આવેલ છે. ગઇકાલે નેવીના ૭ જવાનોના કોરોના પોઝીટીવ રિપોર્ટ બાદ વધુ એક જવાનનો કોરાના પોઝીટીવ આવતા કુલ ૮ જવાનોના કોરાના પોઝીટીવ રીપોર્ટ થયેલ છે.

પોરબંદર જિલ્લામાં ગઇકાલે કોરાના શંકાસ્પદના કુલ પ૬ કેસ સરકારી ભાવસિંહજી હોસ્પીટલમાં આવેલ અને દર્દીઓના નમૂના લઇને જામનગર ચકાસણી માટે મોકલતા પ૬ કેસમાંથી ૮ કેસના પોઝીટીવના રિપોર્ટ આવેલ છે.

આ આઠેય નેવીના જવાનો કે જેઓ મુંબઇથી પોરબંદર આવેલ છે. કોરાના શંકાસ્પદ કેસમાં બાકીના ૪૭ કેસના નેગેટીવ રિપોર્ટ આવેલ છે. જયારે એક કેસમાં બીજીવાર દર્દીના નમૂના લઇને જામનગર ચકાસણી માટે મોકલેલ છે.

ગ્રીન ઝોન જાહેર થયેલ પોરબંદરમાં કોરાનાં પોઝીટીવ કેસની સંખ્યા વધતા ફફડાટ વ્યાપી ગયેલ છે. પોરબંદરમાં અત્યાર સુધીમાં બહારથી અન્ય શહેરોમાંથી આવેલા વ્યકિતઓના કોરાના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. પોરબંદર જિલ્લામાં કોરાના પોઝીટીવની કુલ સંખ્યા ૧ર પહોંચી છે.(

(11:44 am IST)