Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

માસ્ક ખરીદી કૌભાંડની તપાસ જરૂરી

ચામુંડાધામ ગ્રામ પંચાયતે માત્ર રૂ.૩ થી ૫માં મળતા માસ્ક રૂ.૨૫માં ખરીદતા આશ્ચર્ય !!

૬૦ હજાર નંગ માસ્કની રકમ સ્વ ભંડોળમાંથી ચુકવવામાં બહુમતિએ બીલ પણ મંજુર કરાવતા ભ્રષ્ટાચારની ગંધ : જો કે ખરીદી પધ્ધતિ અને ભાવ અંગે શંકા જતા ટીડોઓ નારાજ-ચુકવણુ કરવાના ઠરાવને જીલ્લા કચેરીએ મોકલાયો!! હવે થશે નવા જુની કે પછી ભીનું સંકેલાશે

(હેતલ શાહ દ્વારા) ચોટીલા,તા.૩: કોરોનાનાં ગંભીર સમયમાં પણ લોકો ને વોરીયર્સ ની આડમાં મનીયર્સ બની જતા હોવાનું કહેવાય છે પવિત્ર યાત્રાધામ ચામુંડાધામ ની તાલુકા પંચાયતમાં માસ્ક ખરીદીમાં લાખોનો ભ્રષ્ટચાર આચરવામાં આવેલ હોવાની ચર્ચા ઉઠી છે. તા.પં માં ભાજપ નું શાસન છે અને લોકોમાં વિતરણ કરાયેલ માસ્ક માં ભ્રષ્ટાચાર થયો હોય તો શરમજનક ગણાય! સરકાર તપાસ કરી કથિત માસ્ક કૌભાડનાં મુળ સુધી પહોંચી જવાબદાર સામે પગલા લઇ દાખલો બેસાડે તેવી માંગ ઉઠી છે.

ચોટીલા તાલુકાના ગામોમાં કોરોના નું સંક્રામણ વધુ ન ફેલાય અને જનતાના આરોગ્ય ને નુકશાન ન થાય તેવી પરિસ્થિતિ માટે ૬૦ હજાર નંગ ડીસ્પોઝેબલ માસ્ક ખરીદવામાં આવેલ.

પ્રથમ લોક ડાઉનની શરૂઆતમાં આ માસ્ક નું ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ તલાટીઓ અને ચુટાયેલ સદસ્ય અને આગેવાનો હસ્તક લોકોમાં વિતરણ કરાયેલ જે વન ટાઇમ યુઝ કરવામાં આવે તે માસ્ક જેની બજાર કિંમત અઢી થી પાચ રૂપિયાની ગણાય છે. તે માસ્ક ની ખરીદી કરવાનું તા. ૨૧ ના સરકયુલર ઠરાવ થી ૧૧ સદસ્યો ની સહી થી નક્કી કરી તાલુકા પંચાયત દ્વારા સુરત થી રૂ- ૨૫ નું એક નંગ લેખે ખરીદવામાં આવેલ હોવાનું બહાર આવેલ છે.

જેનુ ૧૬.૩૮૦૦૦નું વહેચનાર પાર્ટીનું બીલ બીલનું સ્વ ભંડોળમાંથી ચુકવણુ કરવા માટે ખાસ બેઠકમાં તકરાર થતા આંગળી ઉચી કરી મત લેવામાં આવતા સત્ત્।ાપક્ષ સાથેના નવ સભ્યોએ સહમત થયા તેમજ વિપક્ષના ચાર અસહમત થયા છે તેમજ ખરીદ પ્રક્રિયા અને એક માસ્ક ની કિંમત સાથે તાલુકા વિકાસ અધિકારી સચિવ તરીકે અસહમત થયેલ છે.

જાણવા મલ્યા આ પ્રકરણને લઈને કથિત કૌભાંડ સામે છેક મંત્રીઓ સુધી રજુઆતો પહોચેલ છે હાલ બહુમતી થી મંજુર થયેલ અધધ કિંમતનાં માસ્ક નું પેમેન્ટ ચુકવણું થયેલ નથી પણઙ્ગ વિપક્ષ દ્વારા રજુઆત કરાઇ છે કે માસ્ક કૌભાંડ થયુ છે કે પછી કાળાબજારની કિમંત છે તેની તપાસ કરાયઙ્ગ સામાન્ય કિંમતનાં માસ્ક ને મોટી કિંમત સાથે લોકડાઉનનાં સમયમાં વેચાણ કરનાર સામે પણ પગલા લેવાવા જોઈએ અને આવી રીતે ખરીદી માટે જવાબદાર સામે પગલા લેવા જોઈએ.

(11:43 am IST)