Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મોટી પાનેલીમાં જોરદાર પવન-ધુળની આંધી બાદ વરસાદથી પાકને નુકશાન

મોટી પાનેલી ,તા.૩:ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં આજે દિવસ દરમિયાન ગરમીનો પારો સખત રહેતા અસહ્ય ઉકળાટ વચ્ચે સાંજના પાંચ વાગ્યે જોરદાર ધૂળની આંધી ઉઠી હતી થોડીજવારમાં પવનના સુસવાટા સાથે વરસાદ ચાલુ થયેલ દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયેલ.

વરસાદ ના આગમન થી જગતનો તાત બેહાલ જોવા મળે છે, ગામમાં અડધો ઇંચ જયારે સિમ વિસ્તારમાં દોઢ ઇંચ જેવો વરસાદ વરસી જતા ખેડૂતોના ખેતરોમાં અત્યારે માંડવી,એરંડા ,ચણા વગેરે મોલના પાથરા એમનેમ પડ્યા છે ને એવામાં વરસાદ ખાબકતા આ પાથરે પડેલો મોલની ભારે બરબાદી થશે જેથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂત બિચારો બની કુદરત ની આ લીલાને લાચાર નજરે નિહાળી રહ્યો છે, સરકાર પાસે મદદની આસ લઈને બેઠો છે.

(11:36 am IST)