Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

બગસરામાં કન્ટેઇમેન્ટ ઝોનમાંથી મુકિત

બગસરાઃપ્રથમ કોરોનાવાયરસ ના સંક્રમિત દર્દીને ડિસ્ચાર્જ કરી દ્યરે મોકલી આપવામાં આવ્યા બાદ કન્ટેન્ટમેન્ટ ઝોન ખુલ્લો કરવા માટે લોકો દ્વારા જોરદાર માગણી કરવામાં આવી હતી, જેને પગલે સોમવારના રોજ લોકોની ધીરજ ખૂટી જતા મહિલાઓએ પોલીસ સામે મોરચો પણ માંડ્યો હતો તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોનના વેપારીઓ સાથે બગસરાના શહેર ભાજપ પ્રમુખ એ.વી.ઙ્ગ રિબડીયા, તથા જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઈ ગીડા, વિસ્તારના અગ્રણીઓ વેપારી કિશોરભાઈ હિરાણી, કમલેશભાઈ ઢોલરીયા એ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા ને આ બાબતે રજૂઆત કરી હતી. વિસ્તારના લોકોને મુશ્કેલીને ધ્યાને લઇ હિરેનભાઈ હીરાપરા એ ઉચ્ચઙ્ગ કક્ષાએઙ્ગ બગસરામાં કન્ટેનમેન્ટ ઝોનઙ્ગ ખુલ્લો કરવા માટે ધારદાર રજૂઆત કરી હતી. તેમજ થોડા દિવસ પૂર્વે થેલી રજૂઆતો નેઙ્ગ ધ્યાને લઇ આજે અમરેલી કલેકટર આયુષકુમાર ઓક દ્વારા મળેલ સૂચનાને આધારે મામલતદાર બગસરા આઇ.એસ. તલાટ દ્વારા સાંજના સમયે કન્ટેન્ટમેન્ટ ઝોન ખુલ્લો કરી દેવા માટે આદેશ જારી કર્યા હતા. ચાર દિવસ વહેલો ઝોન ખુલ્લો થઈ જતા લોકો એ રાહતનો દમ લીધો છે. પ્રતિબંધિત વિસ્તાર ખુલ્લો થતાં વેપારીઓ પોતાની દુકાન ખોલી શકશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુકિત અપાતા ખુશખુશાલ વેપારીઓની તસ્વીર.(તસ્વીરઃ અહેવાલઃ દર્શન ઠાકર.બગસરા)

(11:30 am IST)