Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

હળવદના ધનાળા પાસે પંચર પડતા કાર રોડ નીચે ઉતરી ગઇઃ ૩ને ઇજા

 હળવદ,તા.૩: ગઈ કાલેઙ્ગ તાલુકાના ધનાળા ગામના પાટિયા પાસે ખાખરેચી ગામનાઙ્ગ પરિવારને અકસ્માત નડયો હતો. કારમાં પંચર પડી જતા કાર રોડ પરથી નીચે ઉતરી જતા કારમાં સવાર બે મહિલા સહિત એક પુરુષને ઈજા પહોંચી હતી.

જેથી, તેઓને પ્રથમ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે એક મહિલા અને પુરુષને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવેલ છે.

માળિયા મીયાણા તાલુકા ના ખાખરેચી ગામના પરેશભાઈ લક્ષ્મણભાઈ, કીર્તિબેન પરેશભાઈ અને મધુબેન રમેશભાઈ પોતાની કાર લઈ હળવદ-ઙ્ગ માળીયા હાઈવે પર આવેલ ધનાળા ગામના પાટિયા પાસે પસાર થઇ રહ્યા હતા. ત્યારે એકાએક કારના ટાયરમાંથી હવા નીકળી જતા કાર રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. જેને કારણે અકસ્માત સર્જાયો હતો. જેથી, કારમાં સવાર ઉપરોકત ત્રણેય વ્યકિતઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે વધુ સારવાર માટે પરેશભાઈ અને મધુબેનને મોરબી ખસેડવામાં આવેલ છે. (૨૨.૧૦)

(11:30 am IST)