Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ઉપલેટામાં ઝેરી કાર્બેટથી પકાવેલી કેરીનું ધુમ વેચાણઃ તંત્ર નિંદ્રાધીન

ઉપલેટા તા.૩: ઉપલેટામાં ઝેરી કેમીકલ કાર્બેટ કે ગેસથી ધરાર પકાવેલી કેરીનું બેરોકટોક ખુલ્લેઆમ ઉચા ભાવ લઇ વેચાણ થઇ રહ્યુ છે આવી પકાવેલી કેરી આવાથી કેન્સર જેવા ગંભીર પ્રકારના જીવલેણ રોગો મરડો, ઝાડા, ઉલ્ટી, ચામડીના રોગો જેવી ગંભીર બિમારી થાય છે. અન્ય શહેરોમાં તંત્ર દ્વારા આવી અખાદ્ય વસ્તુનો નાશ કરી વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ઉપલેટાની પેધી ગયેલા આવા વેપારીઓને આરોગ્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ઉપલેટાના પેધી ગયેલા આવા વેપારીઓને આરોગ્ય કે ફુડ ખાતાની કોઇપણ જાતની બીક નથી અને ખુલ્લેઆમ વેચાણ કરે છે.

આવી અખાદ્ય કેરી પકાવતા વખારો શાક માર્કેટ પાછળ, અશોક ટોકીઝ વાળા શોપીંગ સેન્ટર , બડા બજરંગ રોઢ, પંચહાટડી વિસ્તાર, ભાદર રોડ ઉપર મુખ્ય વખારો છે ત્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા ધંધાર્થીઓને ત્યાં કયારે દરોડા પડશે તેવી લોકો રાહ જોઇ રહ્યા છે અને આવી કેરી પકવતા વેપારીઓ કાર્બેટની પડીકીઓ જાહેર જગ્યા ઉપર ફેંકતા પશુઓના મોત નીપજે છે.  ત્યારે જીવદયા પ્રેમીઓમાં પણ રોષની લાગણી જોવા મળે છે. આવા ધંધાર્થીઓની સામે પગલા ભરશે કે કેમ તેવો વેધક સવાલ ઉપલેટાના પ્રજાજનો કરી રહ્યા છે.

(11:29 am IST)