Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સંભવિત વાવાઝોડાને પગલે તળાજા પાલિકા, પોલીસ, મામલતદાર, ટીડીઓ, વિજતંત્રને સોંપાઈ કામગીરી

દરિયા કિનારાના દસેય ગામડાઓમાં ઉચ્ચ અધિકારીને સોંપાઈ વિશેષ ફરજ અલંગ યાર્ડ સહિત અંદાજીત બે હજાર લોકોને સ્થળાંતર કરવાનું આયોજન

ભાવનગર તા.૩:'નિસર્ગ'વાવાઝોડુ સંભવીત તળાજા અને ખાસ કરીને દરિયા કિનારના ગામડાઓમાં ત્રાટકી શકે છે.ઙ્ગ દસ ગામડાઓ મીઠીવીરડી, તરસરા,સરતાનપર બંદર,રેલીયા,ગઢુંલા,ઝાંઝમેર, મધુવન, મેથળા, જુના રાજપરા,અલંગ યાર્ડ પર વધુ ખતરો લાગતો હોય તેને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

છેલા બે દિવસ થી જો વાવાઝોડું ત્રાટકે તો જાન-માલ ને નુકશાની કેમ ઓછી થાય,ઝડપી બચાવ કામગીરી કેમ કરી શકાય તેના આયોજન માં પ્રશાશન લાગેલ છે. આજે સરતાનપર ની ઊડતી મુલાકત અને સ્થળ માહિતી લેવા માટે કલેકટર અને ડીડીઓ બન્ને આવ્યા હતા. અલંગ યાર્ડ અને દસેય ગામડાઓ ન આશરે બે હજાર લોકોને સ્થળાંતર કરવામાટે આગોતરા આયીજનના ભાગ રૂપે અલંગ માં લેબર કોલોની,તાલીમ ભવન માં વ્યવસ્થા કરવામાં આવી છે.

તળાજા ટીડીઓ એસ.બી. જાડેજા એ જણાવ્યું હતુંકેઙ્ગ દરેક તલાટી ને હેડ કવાર્ટરમાં રહેવા સૂચના છે.સરપંચો પણ જાગૃત છે.સરપંચ ગ્રુપમાં બેટરી, અનાજ, પાણી, જરૂરી દવા હાથવગી રાખવા માટે ગ્રામજનો ને જણાવી રહ્યા છે.

પ્રાંત અધિકારી મકવાણા, કચેરીના પી.એમ.ભટ્ટ એ જણાવ્યું હતુંકે આજે દિવસ ભર ગામડાઓની મુલાકાત લેવામાં આવી. દસેય હાઈ એલર્ટ ગામડાઓ ની ખાસ જવાબદારી કલાસ-૨ કક્ષા ના અધિકારીઓને સોંપવામાં આવી છે.જેમાં શેત્રુંજી સિંચાઈ યોજના,કાર્યપાલક ઇજનેરો નો પણ સમાવેશ થાયછે.એ ઉપરાંત શિક્ષકો ને પણ જવાબદારી સોંપવામાં આવી છે. દરેક ગામડાઓની વિગતો,ફોલોઅપ લેવાની જવાબદારી કલાસ-૨ અધિકારીઓ ની હોય તેઓ જે કઈ અપડેટ્સ હશે તે મામલતદાર, ટીડીઓ ને આપશે.

તળાજા વાસીઓએ પાણીનો જથ્થો સંગ્રહિત કરી લેવોઃ ચીફ ઓફિસર

ચીફ ઓફિસર મુનિયા એ જણાવ્યું હતુંકે સરકાર માંથી મળેલ સુચનાને લઈ બે દિવસ પાણી નો જથો વધારે આપવામાં આવશે.જો વિજળી ગઈ તો પાણી સપ્લાય ન થઈ શકે તે માટે પાણીનો.જથ્થો સંગ્રહિત કરી લેવો.એ ઉપરાંત તળાજા શહેરમા કોઈપણ જાતની નુકશાની થાય તો યુદ્ઘના ધોરણે કામગીરી કરી લોકોને તકલીફ ન પડે તે જવાબદારી સોંપવામાં આવી છે.

જરૂર જણાયે વીજ પુરવઠો બંધ કરવામાંઆવી શકે છેઃ ઈજનેર પરમાર

પીજીવીસીએલના ઈજનેર જી.બી.પરમાર એ જણાવ્યું હતુંકે જરૂર જણાયે અતિ ખતરો લાગે તો લોકોના હિત માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. જોકે તળાજા માં ઘણી જગ્યાએ ભૂગર્ભ માં લાઈનો દોડતી હોય ત્યાં તકલીફ ઓછી પડશે. રાત્રી દરમિયાન બે ટિમો કાર્યરત રહશે. જરૂર પડ્યે બહાર ની ટિમો પણ બોલાવવા માં આવશે.ઙ્ગ

પોલીસ ઉપરાંત એસ.આર.ડી નો ફૂલ બંદોબસ્ત પો.ઇ.ગમારા

તળાજા પો.ઇ ગમારા એ જણાવ્યું હતુંકે દરેક બચાવ કામગીરી સહિત લોકોની સુવિધા માટે પોલીસ ઉપરાંત ગામડાઓમાં ખાસ જે હાઈ એલર્ટ પર છે ત્યાં એસ.આર.ડી ના જવાનો નો ફૂલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જેમજેમ ખતરો વધતો જાય તેમ બંદર પર સિગ્નલના નંબર વધતા જાયઃઅલંગ પોર્ટઓફિસર. અલંગ પોર્ટ ઓફિસર મિશ્રા એ જણાવ્યું હતુંકે એક નંબર નું સિગ્નલ વાવાઝોડા ની આગાહી ના પગલે લાગતું હોય છે.સામાન્ય સ્થિતિ મા. આજે સાવ શાંતિ જ હતી.દરિયામાં કોઈ વિશેષ કરંટ કે વરસાદ કે ભારે પવન ન હતો.તેમ છતાંય સ્થિતિને જોતા આજે અલંગ મા બે નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેમજેમ.ખતરો વધતો જાય તેમતેમ સિગ્નલના નંબર માં વધારો થતો જાય છે.સિગ્નલ એ પરિસ્થિતિની સુચકતા દાખવેછે.

તા.૪-૫ મા વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવનાઃ મામલતદાર

મામલતદાર કનોજીયા એ જણાવ્યું હતુંકે દરેક સ્થિતિ પર નઝર રાખવામાં આવી રહી છે. કામ ની વહેચણી પણ થઈ છે. વાવાઝોડું સંભવિત તા.૪અને ૫ના રોજ ત્રાટકી શકે છે.

(11:28 am IST)