Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સોમનાથ-પ્રભાસ પાટણમાં લોકડાઉનમાં દરરોજ ૪૦૦થી વધુ લોકોને જમાડનાર ૪પ સભ્યોની ટીમનું સન્માન

પ્રભાસ પાટણ તા. ૩ :.. પ્રભાસ પાટણ - સોમનાથમાં રામરોટી મંડળ દ્વારા જયારથી લોકડાઉન થયેલ ત્યારથી દાતાઓનાં સહયોગથી પ્રભાસ પાટણ સોની સમાજની વાડીમાં  રામરોટી મંડળનાં જયદેવભાઇ જાની અને તેમની ૪પ જણની ટીમ દ્વારા રોજનું ૪૦૦ જણ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ અને રોજની જુદી જુદી આઇટમો બનાવી અને બાઇક દ્વારા યુવાનો જરૂરીયાત લોકોને જમાડેલ જેમાં સોમનાથ આજુ બાજુ વિસ્તારના ભીક્ષુક સહિતના લોકો, ત્રિવેણી સંગમ, સરકારી હોસ્પિટલ, હિરણ વિસ્તાર, બાયપાસ, ભાલકા મંદિર અને આજુ બાજુની ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને ભોજન આપવામાં આવતું તેમજ અમુક ગરીબ પરિવારો રોજના ૧પ થી ર૦ ટીફીન લઇ જતાં અને આ સેવાભાવી કાર્ય છેલ્લા ૭૧ દિવસ સુધી ચલાવી અને તેની પુર્ણાહૂતિ કરેલ.

આ સેવા બદલ જયદેવભાઇ જાની અને તેમની ૪પ જણની ટીમનું ગામનાં આગેવાનોએ શાલ અને મોમેન્ટો આપી અને સન્માન કરેલ હતું.

આ સન્માનમાં સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, બ્રહ્મ સમાજનાં જીલ્લા પ્રમુખ મીલનભાઇ જોષી, પી.આઇ. રાઠવા, બ્રહ્મ સમાજનાં પ્રમુખ દુષ્યંતભાઇ ભટ્ટ, કાનાભાઇ બામણીયા, સુરૂભા જાડેજા, લાલભાઇ અટારા, નાનુભાઇ, રાજુભાઇ ગઢીયા, અશોકભાઇ, જગદીશભાઇ બામણીયા, શાંતિભાઇ, યોગેશ, પ્રદિપભાઇ નિમ્બર્ક, સહિતનાં અગ્રણીઓએ હાજરી આપી અને તમામ લોકોનું સન્માન કરેલ હતું.૭૧ દિવસ સુધી લોકોને ભોજન પહોંચાડનાર ટીમમાં જયદેવભાઇ જાની, મુકેશભાઇ, દિનેશભાઇ વાણંદ, જગદીશભાઇ પાઠક, ઉપેનભાઇ જેઠવા, કેયુરભાઇ ત્રિવેદી, મયુરભાઇ વાણંદ સહિત ૪પ જણની ટીમ દ્વારા આ કાર્યને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં  પ્રભાસ પાટણનાં દાતાઓ અને આ ૪પ જણનાં સ્ટાફનો જયદેવ જાનીએ આભાર માનેલ હતો.

(11:26 am IST)