Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

માળીયા : વેલ્ડીંગ કરતા ડીઝલ ટાંકીમાં આગ લાગી: દાઝી જતા પરપ્રાંતીય યુવાનનું મોત

માળીયાના હરીપર સુરજબારી સોલ્ટ વર્કમાં હિતાચીની ડીઝલની ટાંકીમાં વેલ્ડીંગ કરતી વખતે ડીઝલ ટાંકી ફાટતા આગ લાગી હતી જે આગમાં યુવાન રાજકિશોર સિકંદર મહન્તો (..૩૦) (રહે મૂળ બિહાર હાલ હરીપર તા. માળીયા) દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં મોત થયું છે માળીયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:55 am IST)