Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મોરબી નજીકથી બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરતો માળીયાના યુસુફ મોવરને ઝડપી લેવાયો

 

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળીયા હાઈવે પર સોખડા નજીક મોટરસાયકલ નં જીજે ૩૬ સી ૫૩૬૯ ને આંતરી દેશી દારૂ મળી આવતા આરોપી યુસુફ અકબર મોવર (..૨૬) (રહે વાઢ વિસ્તાર માળીયા )ને ઝડપી લઈને દેશી દારૂ અને બાઈક સહીત કુલ રૂ ૨૧,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને અન્ય આરોપી મહેશ મંગાભાઈ રાવા (રહે ધરમપુર તા. મોરબી )નું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(12:54 am IST)
  • 'નિસર્ગ'ની અસર ૩૧ તાલુકામાં વરસાદ ખાબકયો : કેશોદ અને માળીયા પંથકમાં બે ઈંચ સાથે સવાર સુધીમાં રાજયના ૩૧ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે access_time 4:01 pm IST

  • કોંકણના તટ સાથે નિસર્ગ ટકરાયું: ૧૦૦ કી.મી. ઝડપે પવન ફુંકાયા access_time 3:52 pm IST

  • રાત્રે સુરતમાં કોરોનાના વધુ 14 પોઝિટિવ કેસ : એક જ દિવસમાં વધુ 96 કેસ નોંધાયા : શહેરમાં 85 કેસ અને જિલ્લામાં વધુ 11 કેસ : સિટીમાં કુલ કેસની સંખ્યા 1781 અને જિલ્લામાં 136 કેસ મળીને જિલ્લામાં કુલ સંક્રમિતની સંખ્યા 1917 થઇ : આજે વધુ 2 લોકોના મોત સાથે જિલ્લામાં મૃત્યુઆંક 78 થયો : સિટીમાં 48 અને જિલ્લામાં 3 દર્દીઓને રજા અપાઈ કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 1259 થઇ access_time 9:49 pm IST