Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

મોરબીના મફતિયાપરાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતિયાપરામાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  ગુજરાત ડીજીપીની સુચનાથી પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિ રોકવા ડ્રાઈવ નિમાઈ આવેલ હોય જે અન્વયે મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આઈ.એમ.કોંઢીયાની સુચનાથી બી ડીવીઝન સ્ટાફના પી.એમ.પરમાર, કિશોરદાન ગઢવી, એ.પી.જાડેજા અને ભાનુભાઈ બાલાસરા સહીતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીના આધારે પીયુષ ઉર્ફે ખારો બાલુભાઈ ઉર્ફે બાબુભાઈ કુવરિયા( રહે-શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાછળ મફતિયા પરા )માં વાળાના કબ્જાની ઓરડીમાંથી દેશી દારૂ લીટર ૨૦૦ કીમત રૂ.૪૦૦૦ નો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આરોપીહાજર નહિ મળતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

(11:05 pm IST)