Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

જસદણના ભડલી અને કમળાપુરમાં જુગારના દરોડાઃ ૧૩ પતાપ્રેમી પકડાયા

રાજકોટ તા. ૩: જસદણના ભડલી અને કમળાપુર ગામે પોલીસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૧૩ શખ્‍સોને ઝડપી લીધા હતા.પ્રથમ દરોડામાં જસદણના ભડલી ગામે જસદણ પોલીસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા(૧) વલ્લભ કુબેરભાઇ સાંકળીયા, કોળી (ર) પ્રવિણ કલ્‍યાણભાઇ મકવાણા, કોળી (૩) મોહનસિંહ ખેંગારજી જાડેજા, (૪) ભીખા કડવાભાઇ કોળી, (પ) મનસુખ રણછોડભાઇ કોળી, (૬) ધુધા ભુરાભાઇ કોળી, (૭) વિઠ્ઠલ મેરામભાઇ કોળી તથા (૮) ઉદય મનુભાઇ કાઠી રે. તમામ ભડલીને રોકડા રૂા. ૧૯૧૬૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તેમજ બીજા દરોડામાં ભાડલા પોલીસે કમળાપુર ગામેથી ઢોકળવા ગામ તરફના રસ્‍તે લખમણભાઇ બચુભાઇ રામાણી વાડીએ રેઇડ કરી જુગાર રમતા (૧) લખમણ બચુભાઇ રામાણી પટેલ, (ર) અરવિંદ નથુભાઇ બોઘરા, (૩) ધીરૂ મોહનભાઇ કોળી, (૪) વિઠ્ઠલ કાનજીભાઇ કોળી તથા (પ) મનિષ લાખાભાઇ રામાણી, પટેલ રે. તમામ કમળાપુરને રોકડા રૂા. ૧૦૭૧૦ અને ગંજીપતા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

(12:36 pm IST)