Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

વંથલીના ધંધુસરમાંથી ૧૮૮૪ બોટલ વિદેશી દારૂ પકડાયો

એક શખ્‍સની ટ્રક સાથે ધરપકડઃ જૂનાગઢ ક્રાઇમ બ્રાંચ દ્વારા કાર્યવાહી

જૂનાગઢ તા. ૩ :.. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાને ધંધુસર ગામની આંબલીયા રોડની સીમમાં આવેલ તળાવમાં કટીંગ થતા વિદેશી દારૂની ૧પ૭ પેટીઓ સાથે જુનાગઢ ક્રાઇમ બ્રાંચે ટ્રક સાથે  એક શખ્‍સને દબચ્‍યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનીરીક્ષક એસ. જી. ત્રિવેદીની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘનાં સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી. જૂગારની બદી નેસ્‍તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝૂંબેશ અન્‍વયે દરમ્‍યાન કોમ્‍બીંગ નાઇટ રાઉન્‍ડનું આયોજન કરેલ હોય અને કોમ્‍બીંગ ના. રા. દરમ્‍યાન જીલ્લામાં ચાલતી ગે. કા. પ્રવૃતિ ઉપર અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્‍વયે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચના પો. કોન્‍સ. સાહીલ હુસેનભાઇ સમાને ખાનગીરાહે ચોકકસ બાતમીના આધારે વંથલી તાબેના ધંધુસર ગામ તરફથી જુનાગઢ શહેર તરફ શખ્‍સે લેલન ગાડી સાથે ભરતભાઇ પરબતભાઇ મુળીયાસીયા મેર (ઉ.રર) રહે. ધંધુસર ગામ મેરવાસ રવની ચોકડી પાસે, મોરલાબાપાના મંદિર પાછળ તાબે. વંથલી  નિકળતા તેને પકડી પાડી તેની પુછપરછ કરતા ધંધુસર ગામના હમીર ઉર્ફે હમીરો ઉર્ફે ભુટો મેણંદભાઇ મુળીયાસીયા વાળાએ બહારથી દારૂ મંગાવેલ હોય અને ધંધુસર ગામની આંબલીયા રોડ વાળી સીમમાં ખોડીયાર માં ના મંદિર પાછળ આવેલ તળાવની અંદર કટીંગ કરતો હોવાનું જણાવેલ જે આધારે ઉપરોકત જગ્‍યાએ રેઇડ કરતા ટાટા ૪૦૧૮ ટ્રેલર ટ્રક રજી. નં. પીબી-૦૩-કયુ-૯૩૦ર નો મળી આવેલ અને ટ્રકમાંથી વિદેશી દારૂની પેટી નંગ ર૬ તથા ટ્રકની બાજુમાંથી દારૂની પેટી નંગ ૩૧ તથા પકડાયેલ ઇસમ ભરત પરબત મુળીયાસીયાના હવાલાના અશોક લેલન ગાડીમાંથી વિદેશી દારૂની પેટી નંગ ૧૦૦ મળી કુલ પેટી નંગ ૧પ૭ બોટલ નંગ બોટલ નંગ ૧૮૮૪ કિ. રૂા. ૭,પ૩,૬૦૦ તથા વાહનો સહિત કુલ મુદામાલ રૂા. ૩૦,૭૪,૧૦૦ નો મળી ધોરણસરની કાર્યવાહી કરી પ્રોહી. એકટ કલમ ૬પઇ, ૯૮(ર), ૮૧ મુજબનો ગુન્‍હો વંથલી પોલીસ સ્‍ટેશનમાં રજી. કરાવવામાં આવેલ છે.

 આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્‍ચના ઇન્‍ચા. પો. ઇન્‍સ. આર. કે. ગોહીલ તથા પો. સબ. ઇન્‍સ. એન. બી. ચૌહાણ તથા એએસઆઇ એસ. એચ. ગઢવી તથા પો. હે. કો. બી. કે. સોનારા, વી. એન. બડવા તથા પો. કો. સાહીલ સમા, પ્રવિણભાઇ બાબરીયા, ડાયાભાઇ કરમટા, જીતેષભાઇ મારૂ, યશપાલસિંહ જાડેજા, ધર્મેશભાઇ વાઢેર, તથા ડ્રા. પો. કો. જગદીશભાઇ ભાટુ, કાનાભાઇ ડાંગર વિગેરે પો. સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:01 pm IST)