Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ભાવનગર પોલીસે જામગરી બંદુક સાથે કચ્છી ઇસમને ઝડપી પાડયો

ભાવનગર ચોગઢ ઢાળથી ચોગઢ ગામ જવાના રસ્તેથી આરોપી કાસમભાઈ પુનાભાઈ ખારોઈ ઉ.વ.૫૦ રહેવાસી મુળ ગામ ચોબારી તા. ભચાઉ જી. કચ્છી હાલ ગામ ઝુંમર તા. ધંધુકા જી. અમદાવાદ વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા શરદભાઈ ભટ્ટ તથા ડ્રાઇવર ભોજુભાઈ ભલાભાઈઙ્ગ જોડાયા હતા.

(11:03 am IST)