Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મોરબીમાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટરમાં ૬૦ થી વધારે દર્દીઓ સાજા થયા

મોરબી ખાતે મોરબી શહેર ભાજપ પ્રમુખ અને મુખ્યદાતાશ્રી લાખાભાઈ મગનભાઈ જારીયા અને જયદીપ એન્ડ કંપની (મોરબી-વવાણીયા) જયુંભા જાડેજાના સૌજન્ય થી ચાલતા શ્રી યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત સર્વ જ્ઞાતિ કોવિડ કેર સેન્ટરમાં કુલ ૭૦ બેડની વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ માત્ર એકજ દિવસ માં પુરેપુરા બેડ ભરાઈ જતા અને આયોજકો ની બેડ વધારવાની તૈયારી અને ખૂબ મહેનત કરવા છતાં પણ ઓકિસજનના વાંકે વધુ બેડની વ્યવસ્થા કરી શકયા નહોતા.

૭૦ બેડ કાર્યરત થઈ ગયા બાદ તેમાં તબીબી સેવા, દવાઓ, નાસ્તો,જયુસ, જમવાનું સહિતની ઉત્ત્।મ સુવિધા પૂરી પાડવામાં આવી જેના ફળ સ્વરૂપે ૧૦ દિવસ માં તેમાં ૨૦૦થી વધુ દર્દીઓ દાખલ થયા જેમાં ઓકિસજન ની જરૂરિયાત વાળા અને ક્રિટિકલ પણ હતા. પરંતુ યોગ્ય સારવારના કારણે ૨૦૦માંથી ૬૦ થી વધારે દર્દીઓ સ્વસ્થ બની હસતા ચહેરે આયોજકોનો આભાર માની દ્યેર પહોંચ્યા છે.અને ૩૫૦ થી વધારે દર્દીઓને ઓપીડી કરવા સાથે જરૂરી દવાઓ આપવા સાથે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

અહીં દર્દીઓના મનોરંજન માટે ટીવીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણ ટાઈમ જમવા સાથે બે ટાઈમ ફ્રૂટજયુસ અને રાત્રે હળદળ વાળું દૂધ પણ અપાય છે.

શ્રી યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ ના ગૌસેવક કાનજીભાઈ જારીયા તેમજ સેવાભાવી યુવાનો કેર સેન્ટર પર હાજર રહી દર્દીઓની જરૂરિયાતનું બારીકાઈથી સતત ધ્યાન રાખી રહ્યા છે તો લાખાભાઈ જારીયા, જયુભા જાડેજા, પ્રદીપભાઈ વાડા, રિશીપભાઈ કૈલા સહિતના અગ્રણીઓ સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અને વહેલામાં વહેલા આ બીમારીનો અંત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

'મોરબી શહેર ભાજપ પ્રમુખ દ્વારા સિવિલના તમામ દર્દીઓને બે વખતનું ભોજન, નાસ્તો, ફ્રુટ જયુસની અવિરત સેવા.'

મોરબી સિવિલ હોસ્પિટલમાં હાલ ૨૫૦થી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તબીબી સ્ટાફ પોતપોતાની ફરજ નિભાવી રહ્યાં છે તો દર્દીઓને પૌષ્ટિક આહાર, નાસ્તો તમેજ ભોજન પૂરૃં પડવાની ઉત્ત્।મ સેવા મોરબી શહેર પભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા પુરી પાડવામાં આવી રહી છે.

તેમના દ્વારા સવારે નાસ્તો, બપોરે ભોજન, સાંજે ફ્રુટ ડીશ તેમજ રાત્રીના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અને સેવાભાવી યુવાનો લાખાભાઈની દેખરેખ હેઠળ દર્દીનારાયણ ની જઠરાગ્નિ ઠારી રહ્યા છે.

(1:05 pm IST)