Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મીઠાપુરના ભીમરાણામાં સગીરનું અપહરણ કરીને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩ : મીઠાપુરના ભીમરાણા ગામે ૧૧ વર્ષના બાળક ઉપર શખ્સે મોઢે મુંગો આપી હરણ કરી લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતાં ચકચાર જાગી છે.

મીઠાપુરના ૧૧ વર્ષના સગીર બાળકને ગામમાં જ રહેતો ભાવેશ પરમાર (દેવીપુજક) નામનો શખ્સ ઓળખતો હોઇ ગઇકાલે સગીર ભાવેશના ઘર પાસેથી નિકળતાં તેણે મોઢે આડે મુંગો દઇ પોતાના ઘરમાં લઇ જઇ પલંગ ઉપર સુવડાવી તેમના ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતાં બાળક ગભરાઇ જઇ તમામ સઘડી હકિકત પરિવારને જણાવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સગીર બાળકના પિતાની ફરીયાદ પરથી પોલીસે ભાવેશ દેવીપુજક સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. બનાવના પગલે શખ્સ સામે ફીટકાર વરસી રહયો છે.

(1:04 pm IST)