Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાનઃ જૂનાગઢના કલેકટર સહભાગી બન્યા

જૂનાગઢ, તા.૩: ગુજરાત સ્થાપના દિવસ નિમીતે 'મારું —ગામ, કોરોના મુકત ગામ' અભિયાન અંતર્ગત રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતીમાં વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી જુનાગઢ કલેકટર ઓફીસ ખાતે માનનીય કલેકટર શ્રી સૌરભ પારઘી સાહેબ ના અધ્યક્ષસ્થાને મળેલ વિડીઓ કોન્ફરન્સ મા જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન દિનેશભાઈ જીલ્લા વીકાસ અધીકારી પ્રવિણભાઈ ચૌધરી, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, જીલ્લા સહકારી બેંકના મેનેજીંગ ડાયરેકટર દિનેશભાઈ ખટારિયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિરેન્દ્ર સાવલીયા, બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા સહિતના પદાધિકારીઓ, અધીકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં, જીલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલ, તથા અન્ય હોસ્પિટલમાં તથા CSC અને PHC માં કોરોનાના સંક્રમિત જે દર્દીઓ છે.

તેમની સ્થિતી અંગે કલેકટર અને ડી.ડી.ઓ સાથે ચર્ચા કરતા છેલ્લા ૨ દિવસથી સીવીલ હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલમાં સંક્રમિત દર્દીઓના પ્રમાણમાં થોડો ઘટાડો જોવા મળેલ છે. અને દર્દીઓના મુત્યુ રેટમાં ઘટાડો જોવા મળેલ. તથા દર્દીઓના સાજા થવાના રેટમાં ઉંદ્બ વધારો જોવા મળેલ. કલેકટર સાહેબ સાથે વિશેષ ચર્ચા દરમિયાન એ વાત પણ સામે આવી કે જે લોકોએ વેકસીન લીધેલ છે તે લોકોમાં કોરોનાથી સાજા થવાનો રેટ વધારે છે. આથી તમામ ૧૮ વર્ષથી ઉપરના લોકોને વિનંતી કરૂ છું કે આજ થી શરૂ થતા વેકસીનેશનમાં વેકસીન અવશ્ય લે. અને પોતે અને પોતાના ઘર પરિવારને , મિત્રો મંડળને વેકસીન અવશ્ય લેવડાવે.

(1:04 pm IST)