Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

સુરેન્દ્રનગર ૪ર.૩ ડીગ્રીઃ ગરમીમાં વધારો

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ, તા., ૩: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળો જામતો જાય છે. ગઇકાલે રાજયમાં સૌથી ઉંચુ મહતમ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪ર.૩ ડીગ્રી નોંધાયું હતું. આવા વાતાવરણ વચ્ચે સર્વત્ર અસહ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

ગઇકાલે અમદાવાદમાં ૪૦.૮ ડીગ્રી, ડીસા ૩૯.૭, વડોદરા ૪૧, સુરત ૩૮.ર, રાજકોટ ૪૧.૩, કેશોદ ૩૯.૮, ભાવનગર ૩૮.૧, પોરબંદર ૩૭.પ, વેરાવળ ૩૩.૪, દ્વારકા ૩ર.ર, ઓખા ૩૩.૧, ભુજ ૪૦.૬, નલીયા ૩૬.૮, સુરેન્દ્રનગર ૪ર.૩, ન્યુ કંડલા ૩૭.૧, જામનગર ૩૮, કંડલા એરપોર્ટ ૩૯.ર, ગાંધીનગર ૪ર, મહુવા ૩૮.૮, દિવ ૩૬, અને વલ્લભ વિદ્યાનગરમાં ૪૦.૮ ડીગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૮ મહતમ રપ.પ લધુતમ, ૮૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૮ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી.

(12:53 pm IST)