Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

સાવરકુંડલાનાં બન્ને સ્મશાને દાતાઓ દ્વારા કોરોના મહામારીમાં લાકડાનું દાન

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા.૩: ૮૦૦ મણ લાકડા સુકલ જાડા મારા મિત્ર સીમરણ ગામના સરપંચશ્રી ભનુભાઈ સોજિત્રા. અને ઉપ સરપંચશ્રી ભરતભાઈ ચોડવડીયા. અને તેમની યુવા ટીમ દ્વારા મે તેમને જાણ કરી કે લાકડાની જરૂછે એટલે તરત આ લોકો ની યુવા ટીમ સીમરણ ગામની વાડીયુમાથી સુકલ લાકડા ૮૦૦ મણ જાત મહેનત કરી. ૪ ટેકટરો એકીસાથે આજ રોજ ૧.૫..૨૧.ને શનિવારે સાવરકુંડલા સાવર સ્મશાનમાં જાતે પહોચાડી આપેલ છે  તો આ તકે સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખશ્રી ઉપપ્રમુખ શ્રી. અને નગરપાલિકા ના તમામ સભ્યો ખરા દીલ થી આભાર વ્યકત કરેછે  આ તકે નગરપાલિકા ના ઉપપ્રમુખ તરીકે સમશાન ની સેવાઓ કરતા જયસુખભાઈ નાકરાણી અને સદસ્યો શ્રી. જીગ્નેશ ભાઈ ટાંક, ડી.કે.પટેલ, પ્રતિકકુમાર.જી.નાકરાણી, ભાવેશભાઈ કવા, કાંતિભાઈ ગોહિલ, કમલેશભાઈ રાનેરા, પીયુષભાઈ મશરૂ, મેહુલ ત્રીવેદી, હસુભાઇ ચાવડા તેમજ ચીરાગભાઈ હીરપરા, પીયાવાવાળા આ તકે સમશાનની સેવા કાર્યમા જોડાઈને આવતા દીવસોમા લાકડા છાણાની વ્યવસ્થા કરી રહ્યાં છે ત્યારે. આવેલ લાકડાઓના ફેરાની યાદી જાહેર કરી એ છીએ. ૪ ટ્રેકટર સીમરણ ગામે થી..૧ ટ્રેકટર જુનાસાવર ગામે કમલેશભાઈ કાનાણી અને કલપેશભાઈ કાનાણી સરપંચ તરફથી ૨ ટ્રેકટર મનસુખભાઈ ગોડલીયાની વાડીએથી ૨ ટેકટર ઘનશયામ ભાઈ ડોબરીયાની સોસાયટીમાથી ૨ ગાધકડા ગામેથી ૧ટેકટર સુરેશભાઇ ઢોલરીયા, ગેરેજવાળા તરફથી ૧ ટ્રેકટર ઉતમભાઈ શીરોયા. પંચવટી સોસાયટી ખાતેથી ૨ આઈસર ૪૦૦ મણ ભુવા ગામેથી મનસુખભાઈ કાનાણી સરપંચશ્રી અને ગામ લોકો તરફથી ૨ ટ્રેકટર અતુલભાઈ બોરાળા. તથા ગામ લોકો તરફથી થી.. ૧..ટેકટર. મહુવા રોડે ખોડીયાર પાર્કમાં અને રેલવે ફાટક પર થી . ૧૦૦૦ નંગ સાણા ખાદીકાયાલયમાથી રામ ભરોસે આવેલ છે તેમજ ધણા લોકો સાવર અને કુંડલા સ્મશાનમા સીધા જ ટ્રેકટરો નાખી જતા હોય છે તો આ તકે સાવરકુંડલા શહેરમાંથી ઘણા ખેડુતો અને શહેરીજનોના ફોન દ્વારા મને જાણ કરેલછે કે અમારી ત્યાંથી લાકડા તમે લઇ જાજો અમારે સમશાનમા દાન કરવુ છે. તો. ટુક સમયમા હુ અને અમારી નગરપાલિકાના સભ્યોની ટીમ દ્વારા બનને સમશાન માટે જેના જેના ફોન આવે છે ત્યાં જવાના છીએ અને સાવરકુંડલા શહેર અને તાલુકાના તમામ લોકોનો અમને ખુબજ સહકાર મળે છે એટલે હવે લાકડા છાણાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાવરકુંડલાના બંને સ્મશાનમાં લાકડાની સેવાઓ આપવા બદલ નામી અનામી તમામ લોકોનો પાલિકા વતી ઉપપ્રમુખો આભાર માન્યો હતો.

(12:53 pm IST)