Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

શાળા કોલેજમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરો : હોમ કવોરન્ટાઇન દર્દીઓને ઓકિસજન પુરો પાડો : શકિત ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩: કોરોનાની વેકસીન ટેસ્ટીંગ કિટ અને ઓકિસજન પૂરો પાડવા તથા કોરોનાની સારવાર જે તે સ્થળ ઉપર લેવામાં આવી શકિત ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ એ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરમાં અને જીલ્લામાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે.

જો કોરોનાને નાથવો જ હોય તો શહેરમાં જીલ્લામાં કોરોનાના કેસમાં રેકોડ સમાન વદ્યારો થઈ રહયો છે અને સિવિલ હોસ્પિટલોમાં ઓકિસજનની તંગીના કારણે ભારે સંખ્યામા દદીઓના મોત થઈ રહ્યો છે.

પ્રવર્તમાન સમયને અનૂસારીને બિનજરૂરી પ્રોજેકટ પર ખચ કરવાના બદલે જે નગરપાલિકાના કોમ્યુનીટી હોલ અને શાળા કોલેજમાં કોવિડ હોસ્પિટલો નિમાણ કરવાની આવશ્યકતા હોય વેકસીનશને ઓકિસજનની અને સારવાર કારગર નીવડતા ઈંજેકશન અને અન્ય દવા પાછળ ખર્ચ કરવો જોઈએ પ્રમુખ ગૌતમભાઇ વાળા અખબારી યાદી જણાવ્યું.

(12:52 pm IST)