Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોરોનાકાળમાં ખેડૂતોના પાકધિરાણની મુદત મુદ્દે બાવકુભાઈ ઉંધાડની સફળ રજૂઆત

વડિયા, તા. ૩ :. વડિયાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી બાવકુભાઈ ઉંધાડની રજૂઆતને સફળતા મળી છે.

સમગ્ર દેશ કોરોના મહામારીના બીજા વેવથી ભયંકર રીતે પીડાઈ રહ્યો છે ત્યારે ધંધાદારીઓ, મજુરો અને ખેતી સાથે જોડાયેલા ખેડૂતો અને ખેતમજુરો પણ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે, ત્યારે વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપી વધી રહ્યુ છે અને એપ્રિલ અને મે મહિનામાં મોટાભાગના ખેડૂતોને ખેતી માટે લીધેલુ પાક ધિરાણ ફેરબદલી કરવાનો સમય હોય છે, ત્યારે કોરોના સંક્રમણમાં બેન્કોમાં ભીડ ના થાય અને ખેડૂતો જે રાત-દિવસ સખત મહેનત કરી દેશને અન્ન આપે છે તે કોરોના સંક્રમિત ના થાય તે ઉદ્દેશથી ખેડૂતોનો પાક ધિરાણ ફેરબદલી કરવાનો સમયગાળો ત્રણ મહિના વધારવા તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યાજ રાહતનો લાભદાયક નિર્ણય લેવામાં આવે તો ખેડૂતોને ખૂબ રાહત મળી શકે તે માટે અમરેલી જિલ્લાના ખેડૂત નેતા અને પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી, નિર્મલા સીતારામન, કેન્દ્રીય કૃષિમંત્રી, નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિમંત્રી આર.સી. ફળદુને પત્ર લખી માંગણી કરવામાં આવી હતી. મંત્રી અને ખેડૂત નેતાની આ રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવી છે.

(11:55 am IST)