Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

હળવદની ચાણકય એકેડમી દ્વારા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક 'ઇ-કલાસ' પ્રોજેકટ લોન્ચ કરાયો

(હરીશ રબારી દ્વારા) હળવદ,તા. ૩: કોરોનાની બીજી લહેર વધુ દ્યાતક અને બાળકોમાં પણ સંક્રમણ ફેલાતું હોવાના કારણે સમગ્ર ગુજરાતની શાળાઓ બંધ છે. સરકારે ધોરણ -૧ થી ૯ અને ૧૧ માં માસ પ્રમોશન આપી દીધું છે. પણ નવા ધોરણોનું વિષયવસ્તુ ભણાવવાનું હજુ મોટાભાગની શાળાઓમાં શરુ થયું નથી. ત્યારે હળવદની ચાણકય એકેડમી દ્વારા ૧) ડાઉનલોડેડ ફ્રી વિડિયો ૨) ઓનલાઈન એજયુકેશન ૩) અઠવાડિયે યુનિટ ટેસ્ટ અને ૪) દર રવિવારે G. K. ની ટેસ્ટ. આ ચારેય પ્રોજેકટ નિઃશુલ્ક પણે લોંચ કર્યા છે . જેમને ઈન્ટરનેટ કનેકશન કે સ્માર્ટ ફોન નથી તેવા વિદ્યાર્થીઓ માટે ધોરણ - ૧ થી ૧૨ ના તમામ વિષયના ત્રણ માસના એનિમેશનના ડાઉનલોડ કરેલા વિડિયો પેનડ્રાઈવમાં નિૅંશુલ્ક આપવામાં આવશે. બીજો પ્રોજેકટ છે 'ઓનલાઈન એજયુકેશન' જેમાં વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, એકાઉન્ટ, સ્ટેટ, મનોવિજ્ઞાન, કેમેસ્ટ્રી, ફિઝીકસ, બાયોલોજી વિષયના જે તે ધોરણના ઓનલાઈન કલાસ ત્રણ મહિના સુધી ફ્રી ઓફમાં 'ઝુમ ' એપ દ્વારા ભણી શકશે. પ્રોજેકટ -૩ 'રેમેડિસીવીયર'અંતર્ગત પાઠ પુરો થાય એટલે અઠવાડિયે પચ્ચીસ માકર્સની એમસીકયુ પ્રકારની યુનિટની 'સ્વમૂલ્યાંકન ટેસ્ટ' દ્વારા વિદ્યાર્થીઓ પોતાના માકર્સ તુરંત જાણી શકશે. પ્રોજેકટ -૪ 'આયુષ્' અંતર્ગત વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય તેવા સામાજિક વિજ્ઞાન, બંધારણ, રમત, સાહિત્ય , ગુજરાતી વ્યાકરણ , ભૂગોળ વગેરે વિષયોની ઓનલાઈન ટેસ્ટનુ બોનસ પણ મેળવી શકશે.

કોરોના મહામારીમાં આર્થિક સંકડામણને દુર કરવાના શુભ આશય સાથે શરુ થયેલ આ પ્રોજેકટ વિશે ચાણકય એકેડમીના સંચાલક ડો. મહેશ ગરધરિયાએ કહ્યું હતું કે આ ચારેય પ્રોજેકટની કુલ કિંમત પાંચ હજાર પાંચસો પંચાવન રુપિયા છે પરંતુ વહેલા તે પહેલાના ધોરણે જે પ્રથમ પાંચસો વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ કરશે તેમને સંપુર્ણ ફ્રી ઓફમા ચારેય પ્રોજેકટ આપવામાં આવશે.ચારેય પ્રોજેકટ જુન માસના પ્રથમ અઠવાડિયાથી શરુ થઈ જશે. પ્રોજેકટના સબસ્ક્રીબ્શન માટે રજીસ્ટ્રેશન લિંક દ્વારા ત્રીજી મેથી શરુ થનાર છે. આના રજીસ્ટ્રેશન માટે teahalvad ના બ્લોગ પરથી પણ રજીસ્ટ્રેશન થઈ શકશે . આ પ્રોજેકટ વિશે વધુ માહિતી આપતા ચાણકય એકેડમીના સંચાલક રમેશભાઈ એ એક યાદિમા જણાવ્યું હતું કે ઉપરોકત પ્રોજેકટમાં સમગ્ર ગુજરાતમાંથી ગુજરાતી માધ્યમમાં ધોરણ - ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા કોઈપણ બાળક રજીસ્ટ્રેશન કરી ચારેય પ્રોજેકટર ફ્રી ઓફમાં લાભ લઈ શકશે.

(11:53 am IST)