Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ઉપલેટામાં મોટી સંખ્યાના લોકો ઓકસીજન ઉપર છતાં રેમડેસીવીર ન મળતા મોતને ભેટતા દર્દીઓ

વહીવટી તંત્ર દ્વારા લેખીત બાંહેધરી છતાં પાંચ દિવસથી માત્ર ર થી પ ટકા જથ્થો મળ્યો

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૩ :.. ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો રાફળો ફાટયો છે અને હોસ્પીટલો પણ દર્દીઓથી ઉભરાઇ પડી છે ત્યારે હવે દર્દીઓ કોરોનાની સારવાર ઘરેથી જ લઇ રહ્યા છે જેમાં હાલ શહેરમાં જ મોટી સંખ્યાના દર્દીઓ કોરોનાને કારણે ઓકસીજન સાથે સારવાર લઇ રહ્યા છે તો બીજી તરફ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં મોતનું તાંડવ જોવા મળી રહ્યુ છે છેલ્લા પંદર દિવસથી કોરોના દર્દીઓ અને તેમના પરિવારજનો રાતા પાણીએ રોઇ રહ્યા છે અને તેમના પરિવારના સભ્યોને ગુમાવી પણ રહ્યા છે લોકોનું કહેવુ છે કે દર્દીને સમયસર રેમડેસીવીર ઇન્જેકશન ન મળતા દર્દી સહીત તેમના પરિવારોની મુશ્કેલી વધી રહી છે ઉપરાંત કોરોનાને કારણે દર્દીઓના ટપોટપ મોત થઇ રહ્યા છે.

ધોરાજી - ઉપલેટા વિસ્તારના દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો પુરો નહી મળતા હોવાની વાતને લઇને લોકપ્રિય લડાયક યુવા ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ ધરણા ઉપવાસ અને જળ ત્યાગ પણ કરેલ જેમાં તેમની અટકાયત પણ થયેલ ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પહોંચી વળવા અને અછત ને પુરી કરવા માટે લેખીતમાં ખાત્રી આપી જથ્થો પુરો પાડવાની બાંહેધરી આપેલ અને આંદોલન અને ઉપવાસના પારણા કરાવેલ છતાં આજે પણ જેટલી જરૂરીયાત છે તેના કરતા માત્ર ર થી પ ટકા જથ્થો મળતો હોવાની વિગતો સામે આવી છે.

(11:51 am IST)