Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મોટા દડવા આહીર સમાજ દ્વારા મોટા દડવા કોવિડ કેર સેન્ટરમાં રૂ. ૩,૨૫,૦૦૦ એકત્રીત કરી કોવિડ કેર સેન્ટરમાં અર્પણ

રાજકોટ તા. ૩ : મોટા દડવા ગામ  'આહીર સમાજ' દ્વારા મોટા દડવા મા શરુ થયેલ કોવિડ કેર સેન્ટરના લાભાર્થે આહીર સમાજના આગેવાનો દ્વારા રૂપિયા  ૩,૨૫,૦૦૦ જેટલી માતબર રકમ નો ફાળો એકત્રીત કરીને મોટા દડવા મા ચાલી રહેલ કોવિડ કેર સેંટર ખાતે રોકડ રકમ મોટા દડવા આહીર સમાજ દ્વારા આપવામા આવેલ છે.

આહીર સમાજ દ્વારા આવા મુશ્કેલીના સમયે જયારે આખા દેશ માથે આફત આવી છે ત્યારે  મોટા દડવા આહીર સમાજ દ્વારા આવુ સારૂ કાર્ય કરવામાં આવેલ છે,ત્યારે સર્વે ગામ લોકો એ આહીર સમાજના આવા સારા કાર્યને બિરદાવેલ છે ભારત વર્ષનો ઇતિહાસ પણ સાક્ષી છે કે જયારે જયારે દેશ માથે કંઈપણ આફત આવેલ છે ત્યારે આહીર સમાજે જણાવ્યું છે કે, ભગવાન 'દ્વારકાધિશ'ને પ્રાર્થના કરીયે કે 'આહીર સમાજ'ને આવા સારા કાર્યો કરવાની શકિત આપે આહીર સમાજના આગેવાનોએ જણાવેલ કે હજુ પણ મોટા દડવા ગામને કંઈ પણ જરૂરીયાત હોય તો એકવાર હૂંકાર કરે હજુ પણ આહીર સમાજ ગામ લોકોની સાથે જ છે ત્યારે  આહીર સમાજ માટે લખાયેલ એક દુહો  યાદ આવે કે 'આહિરો થંભ ઉભા છે ટેકા એણે આભ દીધા છે'  ભગવાન દ્વારકાધિશને પ્રાર્થના કરીયે કે દેશ અને દુનિયા ઉપર આવી પડેલ આ કોરોનાની મહામારી જલદીથી દૂર થાય અને લોકો પહેલા જેવુ જીવન જીવતા થાય.

(11:49 am IST)