Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

દામનગર : ખેડૂતોને જૂના ભાવે ખાતર આપો : ઠુંમર

દામનગર તા.૩ : રાજયના ખેડૂતોને હાલ પાયાના ખાતર ની તાતી જરૂર હોય પણ ભાવ ઊંચા હોવાથી ખેડૂતો આર્થિક મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે રાજય સરકાર દ્વારા જુના ભાવે ખેડૂતોને ખાતર આપવું જોઈએ તેવી રજુઆત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પત્ર પાઠવી રજુઆત કરેલ છે.

 તેઓએ રાજયના મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ખેડુતને નવી ચોમાસાની સીઝન દરમિયાન ટૂંકી મુદત ધિરાણ એપ્રિલથી શરૂ થતાં હોય છે તેમાં દ્યણા ખેડુત કે જેને કુવા બોર માં પાણી છે તેઓ કપાસ ઓવરીને વાવેતર કરતા હોય છે અને મગફળીનું વાવેતર પણ ખેડૂતો પાયાનું ખાતર નાખી વાવણી કરતા હોય છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના ભાવ વધાર્યા હોવાથીનવા ભાવના ખાતરની પ્રિન્ટ સાથેના ખાતર વેપારીઓ અને ખાતર વિતરણ કરતી સંસ્થાઓ પાસે હોવા છતાં તેઓ વિતરણ કરી શકતા નથીરાજયના કૃષિમંત્રી તેમજ કેન્દ્રના ફર્ટિલાઈર મંત્રી તેમજ ભાજપના અગ્રણીઓ ખાતરના ભાવ વધ્યા નથી તેવા નિવેદન કરી રહ્યા છે અને જણાવે છે ખેડૂતોને જુના ભાવે ખાતર મળશે જયારે ખાતર ડેપો માલિક કે વિતરણ કરતા વેપારીઓ અને સંસ્થાઓ સરકારી પરિપત્રનો આગ્રહ રાખી રહ્યા છે.રાજયના સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનના અભાવે ખેડૂતો પીસાઈ રહ્યા છે હાલ કોરોનાની મહામારીમાં ખેડૂત પોતાના પરિવાર અને સ્વજન ની ચિંતામાં મુકાયો છે ત્યારે તેની ઉપર વધુ આફત સમાન ખાતરની મુશ્કેલીઓ આવી પડી છે. ત્યારે રાજય સરકાર દ્વારા ત્વરિત યોગ્ય નિર્ણય કરી તમામ ખેડૂતોમાંને ખેતી માટે અતિ જરૂરી પાયાનું ખાતર જુના ભાવે સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવી છે.

(11:51 am IST)