Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

અલંગના માથાવડા ગામે તીક્ષ્ણ હથિયાર વડે મારામારી : સાત ઘાયલ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩ : ભાવનગર જિલ્લાના તળાજાના અલંગ પોલીસ મથક નીચે આવતા માથાવડા ગામે આજે બે જ્ઞાતિ ના યુવાનો વચ્ચે મામલો બીચકયો હતો.જેને લઈ બંને પક્ષે એક બીજા પર તીક્ષ્ણ અને બોથડ હથિયાર ધારણ કરી તૂટી પડ્યા હતા. જેમાં પીપરલા ગામના યુવાન એકબીજા છુટા પડાવવા ગયા હતા.જેને લઈ સૌથી વધુ ઘા પીપરલાના યુવાનને વાગ્યા હતા.

બનાવ અનુસંધાને તળાજાની સરકારી હોસ્પિટલમાંથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર આજે રાત્રીના સમયે માથાવડા ગામના સાત ઇજા ગ્રસ્તોને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. પાંચ વ્યકિતને તીક્ષ્ણ અને બોથડ પદાર્થ વાગવાથી લોહિયાળ, મૂંઢ ઈજાઓ થઈ હતી.અન્ય બેને સમાન્ય ઈજાઓ હતી.

ઇજાગ્રસ્તોમાં એક પક્ષે અનિલ ભોજાભાઈ ચાવડા, વિપુલભાઈ દાનાભાઈ રે.સથરા, ખીમાભાઈ રાજાભાઈ ચાવડા ને ઇજા થઇ હતી. બીજા પક્ષે વિશાલભાઈ રેવાભાઈ બાંભણીયા, ભીમાભાઈ રેવાભાઈ, અશ્વિનભાઈ રેવાભાઈને ઇજા થઇ હતી.

વધુમાં જાણવા મળ્યું હતું કે પીપરલા ગામના વિજયભાઈ બારૈયા છોડવાવા ગયા હતા તેમ છતાંય તેઓને સૌથી વધુ તિક્ષ્ણ હથિયારના ઘા વાગ્યા હતા.

એક પક્ષ તરફથી તળાજા પોલીસ મથકે ફોન કરવામાં આવ્યો હતો. જેમાં સામાં પક્ષે ખિસ્સામાં હજુ મરચું હોવાનું જણાવ્યું હતું જેને લઈ તળાજા પોલિસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.

ઙ્ગમારામારીના કારણમાં બંને પક્ષે દારૂ પિતા ગયા હતા ને હુમલો કરેલનું જણાવ્યું હતું. બીજા પક્ષે સામુ શું કામ જોવે છો તેમ કહી હુમલો કર્યાનું જણાવેલ.

તળાજા હોસ્પિટલ બહાર વાહનના કાચ તોડી નાખ્યો

તળાજા સરકારી હોસ્પિટલમાં બંને જૂથના યુવાનો આવી ગયા હતા.એક જૂથના વધુ ઇજાગ્રસ્તને ભાવનગર લઈ જતા ઇકો વાહન પર પથ્થર ફેંકીને સામેના જૂથના યુવાને કાચ ફોડી નાખેલ. જેને લઈ પોલીસે પ્રોટેકશન આપવાની ફરજ પડી હતી. પોલિસ ની હોસ્પિટલમાં હયાતી છતાંય વાહન પર પથ્થર ફેંકી હુમલો કરવાની ચેસ્ટા એ પોલીસ નો લગરીકેય ડર ન હોવાનું બતાવે છે.

ત્રણ બાઈક તોડી નાખી

ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે સામ સામી હુમલા માં એક જૂથ એ બીજા જૂથની ત્રણ બાઈક તોડી નાખી હતી. એક જૂથે ફાયરિંગ કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો.

(11:18 am IST)